________________
श्री अहँ नमः । तस्मै श्री गुरवे नमः
T નમ:
સંક્રમ કરણ
૨.
સામાન્યથી સંક્રમણ એટલે અન્ય સ્વરૂપે રહેલ પ્રકૃત્યાદિ ૪ અન્ય સ્વરૂપે થવા તે. આવું સંક્રમણ બે પ્રકારે થાય છે. (૧) ઉદયસમયે થાય તે સ્તિબુકસંક્રમ અને (૨) ઉદયાવલિકા બહાર થાય તે બીજું સંક્રમણ. પ્રસ્તુતમાં આ બીજા પ્રકારના સંક્રમણનો અધિકાર છે.
- તિબુકસંક્રમણનો આ પ્રસ્તુત સંક્રમણમાં અધિકાર નથી, કારણ કે ૧. અલેશ્યવીર્યવાળા અયોગી કેવળીઓને પણ સ્તિબુક સંક્રમણ પ્રવર્તમાન હોવાથી
જણાય છે કે એ “કરણ” રૂપ નથી. પ્રસ્તુતમાં તો કરણ રૂપ સંક્રમણનો અધિકાર છે. આમાં, ઉદયસમયમાં રહેલ સઘળું દલિક સંક્રમ પામે છે અને એની ઉપરના કોઈ નિષેકનું દલિક સંક્રમતું નથી, જ્યારે પ્રસ્તુતસંક્રમમાં તો ઉદયાવલિકા કરણ માટે
અયોગ્ય હોવાથી એની ઉપરના નિષેકોનું જ કેટલુંક દલિક સંક્રમે છે. ૩. સ્તિબુકથી સંક્રમ્સમાણ પ્રકૃતિ પતદ્ગહપ્રકૃતિને તુલ્ય કાર્ય કરતી હોવા છતાં
સર્વથા તરૂપ બની જતી નથી, તેથી એનો પ્રદેશોદય હોય છે. ૪. આ સ્ટિબુક સંક્રમણ વિપાક ઉદયવતી પ્રકૃતિમાં અનુદયવતી પ્રકૃતિનું થાય છે.
પતૐહ બધ્યમાન છે કે નહીં એની અહીં કોઈ અપેક્ષા હોતી નથી. ૫. સ્તિબુક સંક્રમમાં સ્થિતિની હાનિ-વૃદ્ધિ હોતી નથી.
અહીં અધિકૃત સંક્રમણ કેવું છે ? – બંધાવલિકા વીતેલા અને ઉદયાવલિકાની બહાર રહેલા પૂર્વબદ્ધ કર્મોના સત્તાગત પ્રકૃતિ-સ્થિતિ-રસ કે પ્રદેશનું બધ્યમાન પ્રકૃતિ વગેરે સ્વરૂપે થવું તે સંક્રમણ.. એટલે પોતાના પ્રકૃત્યાદિ સ્વરૂપને છોડીને બંધાતા કર્મના પ્રકૃત્યાદિ સ્વરૂપે થવું અને તે મુજબ કાર્ય કરવાના પરિણામવાળું થવું તે. જેમકે અશાતા વેદનીય શાતારૂપે પરિણમી સુખ ઉત્પન્ન કરવાના પરિણામવાળું બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org