________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
( ૮૧
(૫) ઉપશાંત, નિધત્ત અને નિકાચિતનું સંક્રમણ થતું નથી. છતાં ઉપશાંત દર્શન
મોહનીયનો પ્રકૃતિ સંક્રમ થાય છે. (નિધત્તમાં ઉદ્ધવ અપવ થાય છે. અન્ય
પ્રકૃતિ નયન હોતું નથી.) (૬) ૧ લે ગુણઠાણે મિથ્યાત્વનો, બીજે-ત્રીજે ગુણઠાણે કોઈપણ દર્શનમોહનો અને
૪થે તેમજ તેની ઉપર સમ્યકત્વમોહનો પ્રકૃતિ સંક્રમ હોતો નથી. (૭) મિશ્રમોહમાં સમ્યક્વમોહનીયનું સંક્રમણ થતું નથી. (૮) મિશ્રમોહ૦ તેમજ સમ્યકત્વ મોહ૦ બધ્યમાન ન હોવા છતાં તેમાં અનુક્રમે
મિથ્યાત્વ તેમજ મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનું સંક્રમણ થાય છે. (૯) પુરુષવેદનો બંધ વિચ્છેદ થાય એ પહેલાં સમયપૂન બે આવલિકા જેટલો કાળ
બાકી હોય ત્યારથી તેમાં અન્ય કોઈ પણ પ્રકૃતિનું દલિક સંક્રમતું નથી. તેમજ સંજવ, ચતુષ્કની પ્રથમ સ્થિતિ સમયજૂન ૩ આવલિકા જેટલી શેષ હોય (એટલે કે બંધવિચ્છેદ પૂર્વે સમયજૂન ૨ આવલિકા બાકી હોય) ત્યારથી તેમાં કોઈ
પ્રકૃતિઓ સંક્રમતી નથી. (૧૦) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા બાદ મોહનીયમાં આનુપૂર્વી સંક્રમ હોય છે. એટલે
કે જે ક્રમે પ્રકૃતિઓ વિચ્છેદ પામવાની હોય તે ક્રમમાં પૂર્વ-પૂર્વની પ્રકૃતિઓ ઉત્તર-ઉત્તરની પ્રકૃતિઓમાં સંક્રમે છે પણ પછી-પછીની પ્રકૃતિઓ પૂર્વ-પૂર્વની પ્રકૃતિઓમાં સંક્રમતી નથી. તેથી ત્યારથી જ, સૌથી છેલ્લે વિચ્છેદ પામનાર
સંર્વગ્લોભ કોઈ પ્રકૃતિમાં સંક્રમતો નથી. (૧૧) સત્તાવિચ્છેદ જ્યારે થવાનો હોય તે વખતના સંક્રમ સિવાયના સંક્રમમાં સામાન્યથી
સંક્રમયોગ્ય દરેક નિષેકમાં રહેલ દલિકોનો એક અસંમો ભાગ જ સંક્રમે છે. સંક્રમમાં સાદ્યાદિ પ્રરૂપણા–
સંક્રમ માટે સત્તા આવશ્યક છે. અધુવસત્તાક પ્રકૃતિઓની સત્તા અધ્રુવ હોવાથી (જ્યારે સત્તા ન હોય ત્યારે સંક્રમ ન થવાથી) એનું સંક્રમણ સાદિ-સાન્ત જ હોય છે. ધ્રુવસત્તાક પ્રકૃતિઓના પતäહ જો અનેક હોય અને ધ્રુવ હોય તો એમાં સાદ્યાદિ ચારે ભાગા મળે છે. તેથી શાતા, અશાતા અને નીચગોત્ર ધ્રુવસત્તાક હોવા છતાં તે તેના પત એક-એક હોવાથી અને મિથ્યાત્વ ધ્રુવસત્તાક હોવા છતાં તેમજ તેના પતઘ્રહ અનેક (સમ્ય-મિશ્ર મોહ૦) હોવા છતાં તે તે પતઘ્રહ ધ્રુવ ન હોવાથી એ પ્રકૃતિઓનો સંક્રમ સાદિ-સાન્ત જ મળે છે. શેષ ૧૨૬ પ્રકૃતિઓનો સંક્રમ ચારે પ્રકારે મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org