________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧૩,૧૪,૧૫,૧૬ સમયો એ સંક્રમાવલિકા હોવાથી ત્યાં સુધી એ દલિક અન્યત્ર સંક્રમતું નથી. તેમ છતાં ત્યારબાદની ૧૭,૧૮,૧૯ અને ૨૦ મા સમયરૂપ એક આવલિકામાં એનો સંક્રમાદિ વડે ક્ષય થઈ શકે છે. એ ખ્યાલ રાખવો કે એક પણ સમયમાં બંધ-સંક્રમાદિ વડે આવેલા દલિકનો સંક્રમાદિ વડે ક્ષય કરતાં પણ ઓછામાં ઓછો ૧ આવલિકા જેટલો કાળ તો લાગે જ છે. તેથી ૨૦મા સમયે ‘સંક્રમ્યમાણું સંક્રાન્ત' એ ન્યાયે એ દલિકોની સત્તા રહેતી નથી. તેથી ‘બંધવિચ્છેદ સમયે જૂના દલિકો સત્તામાં રહેવા ન જોઈએ' એ નિયમ જળવાઈ રહે છે. પણ જો, ૧૪મા સમયે પણ પુવેદમાં હાસ્યાદિ સંક્રમે તો ૧૪ થી ૧૭ સંક્રમાવલિકા હોવાથી એ દલિક સંક્રમે નહીં. ત્યારબાદ ૧૮ થી ૨૧ સમયની આવલિકામાં એ સંક્રમી શકે. તેથી બંધવિચ્છેદના ૨૦મા સમયે તો એ દલિક વિદ્યમાન રહે જ. આ દલિકો સંક્રમથી નવા આવેલા હોવા છતાં બંધથી જૂના છે. તેથી ઉપરોક્ત નિયમનો ભંગ થાય. એ ન થાય એ માટે ૧૪મા સમયે પુગ્વેદનો બંધ હોવા છતાં એમાં હાસ્યાદિનો સંક્રમ જોઇએ નહીં. આ જ રીતે, ઉક્તનિયમને જાળવી રાખવા માટે ૧૫મા વગેરે સમયે પણ એમાં સંક્રમ થવો ન જોઈએ. એટલે કે ૧૪ થી ૨૦ સમયરૂપ સમયન્યૂન ૨ આવલિકાના કાળમાં પુરુષવેદ બધ્યમાન હોવા છતાં એમાં કોઈનો સંક્રમ જોઈએ નહીં. તેથી ‘એની પતગ્રહતા નષ્ટ થઈ' એમ કહેવાય છે. આ જ રીતે સંજ્ડક્રોધ વગેરેમાં પણ બંધવિચ્છેદ પૂર્વે સમયન્યૂન ૨ આવલિકાથી પતગ્રહતા નષ્ટ થાય છે. વળી, પુવેદમાં બંધવિચ્છેદ અને પ્રથમસ્થિતિનો અંત એક સાથે જ થાય છે જ્યારે સંજ્ડક્રોધાદિમાં બંધોદવિચ્છેદ બાદ પણ એક આવલિકા જેટલી પ્રથમસ્થિતિ શેષ હોય છે. તેથી એમ પણ કહેવાય છે કે, પુવેદની પ્રથમસ્થિતિ સમયન્સૂન ૨ આવલિકા શેષ હોય ત્યારે અને સંજ્વન્ક્રોધાદિની પ્રથમસ્થિતિ સમયન્યૂન ૩ આવલિકા શેષ હોય ત્યારે પતદ્મહતા નષ્ટ થાય છે.
* બંધ વિચ્છેદ સમયે
ચરમબંધે (એટલે કે ૨૦મા સમયે) બંધાયેલા દલિકો માટે ૨૦ થી ૨૩ સમય એ બંધાવલિકા હોવાથી કોઈ કરણ લાગતું નથી. પછીની ૨૪ થી ૨૭મા સમયરૂપ ૧ આલિકામાં એ સઘળા દલિકોનો સંક્રમ વડે ક્ષય થઈ જાય છે. તેથી બંવિચ્છેદ બાદ (સમય સ્વરૂપ) સમયન્સૂન ૨ આવલિકામાં તે તે પ્રકૃતિનો સત્તાવિચ્છેદ થાય છે. (ઉપશમશ્રેણિમાં આ જ રીતે બંધવચ્છેદ બાદ
Jain Education International
-
૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org