________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧ તિર્યંચતિક અને નીચગોત્ર
૭મી નરકનો સમ્યકત્વાભિમુખ મિથ્યાદષ્ટિ સમ્યકત્વપ્રાપ્તિના પૂર્વ સમયે આ પ્રકૃતિઓની જઘ સ્થિતિ અંતઃકોકો પ્રમાણ બાંધે છે. ત્યાંથી અભવ્યપ્રાયોગ્ય અંત:કોકો સુધી શુદ્ધ સ્થિતિસ્થાનો હોવાથી તદેકદેશાન્ય અનુકૃષ્ટિ હોય છે. ત્યાંથી ૧૮ કોકો સુધી નરકકિક સાથે (નીચગોત્રની ઉચ્ચગોત્ર સાથે ૧૦ કોકો સુધી) આક્રાન્ત સ્થિતિસ્થાનો હોવાથી તાનિ-અન્યાનિ અનુકૃષ્ટિ હોય છે. આક્રાન્તસ્થિતિ સ્થાનોને પરાવર્તમાન જઘન્યાનુભાગબંધપ્રાયોગ્ય સ્થિતિઓ પણ કહે છે. ત્યારબાદ ૨૦કોકો સુધી અનાક્રાન્ત હોવાથી તદેકદેશાન્ય.
- ત્રસચતુષ્ક- ૨૦કોકોથી ૧૮કોકો સુધી શુદ્ધ હોવાથી તcકદેશાન્ય. પછી અંત:કોકો સુધી આક્રાન્ત હોવાથી તાનિ-અન્યાનિ. ત્યારબાદ જઘસ્થિતિબંધ સુધી પાછા શુદ્ધ હોવાથી તદુકદેશા .
જિનનામની અનુકૃષ્ટિ શરીરનામની જેમ જાણવી. તીવ્રતા-મંદતા
સર્વ અશુભપ્રકૃતિઓની જઘસ્થિતિથી આરંભી ઉત્તરોત્તર સ્થિતિમાં અનંતગુણ અનંતગુણ રસ હોય છે. શુભપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભી નીચે નીચે અનંતગુણ રસ હોય છે. વિશેષથી પાછળ મુજબ ૧. શેષ નારકીઓ અને દેવો જ્યારે આ રીતે સમ્યકત્વાભિમુખ હોય ત્યારે મનુપ્રાયોગ્ય બાંધે
છે અને તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય બાંધે છે. આમ આ સ્થિતિઓ દેવ-મનુપ્રાયોગ્ય પણ છે જ. તેમ છતાં આ બધા બંધકો જુદા જુદા હોવાથી તે તે બંધકની અપેક્ષાએ તો આ પ્રકૃતિઓ અપરાજ છે. આ જ રીતે ૧૮ થી ૨૦ કોન્કો સુધી નરકદ્ધિક પણ બંધાતી હોવા છતાં એના બંધકો તિર્યંચ-મનુષ્યો હોય છે જ્યારે આના બંધકો દેવો-નારકો હોય છે. તેથી બંધકો જુદા જુદા હોવાથી આ સ્થિતિઓ પણ અનાક્રાન્ત હોય છે. દેવોને આ તિ૦૨, મનુદ્ધિક સાથે ૧૫ કોકો સુધી આક્રાન્ત હોય છે. મનુ તિર્યંચોને આ તિ૦૨, સ્વપ્રાયોગ્ય જઘ૦ થી ૧૦ કોકો સુધી શેષ ત્રણેય સાથે આક્રાન્ત હોય છે, ૧૦ થી ૧૫ કોકો સુધી નરક ૨ અને મનુ૦૨ સાથે આક્રાન્ત હોય છે તેમજ ૧પ થી ૧૮ કોકો
સુધી નરકદ્ધિક સાથે આક્રાન્ત હોય છે. ૨. આમ તો સ્થાવરની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોકો છે. પણ સ્થાવરની ૧૮ થી ૨૦ કોકોની સ્થિતિઓ ઈશાનાન્તદેવો બાંધે છે, જ્યારે ત્રસની તે સ્થિતિઓ મનુષ્યો વગેરે બાંધે છે. તેથી બંધક જુદા જુદા હોવાથી આ સ્થિતિઓ શુદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org