________________
૪૨
બંધનકરણ
(૧) અધ્યવસાય પ્રરૂપણા– કષાયોદયથી ઉત્પન્ન થયેલો આત્મપરિણામ એ અધ્યવસાય છે. જેમ જેમ કષાયોનું જોર વધતું જાય છે તેમ તેમ પરિણામો ક્લિષ્ટ અશુભ અશુભ થતાં જાય છે અને જેમ જેમ એનું જોર ઘટતું જાય છે તેમ તેમ પરિણામો શુભ થતાં જાય છે. આ શુભ-અશુભ પરિણામો રસબંધમાં હેતભૂત છે. અશુભ અધ્યવસાયથી કડવો-અશુભ ફળપ્રદ લીમડો અને પટોળની ઉપમાવાળો રસ ઉત્પન્ન થાય છે જયારે શુભઅધ્યવસાયોથી મિષ્ટ શુભફળપ્રદ ક્ષીર અને ખાંડની ઉપમાવાળો રસ પેદા થાય છે. જઘન્યકષાયોદયથી માંડીને ઉત્કૃષ્ટ કષાયોદય પર્યંત કષાયોદયના અસંલોક પ્રમાણ સ્થાનકો હોય છે. આ એક એક કષાયોદય સ્થાનમાં અસંલોક પ્રમાણ લેશ્વાસ્થાનો હોય છે. તેથી તેના નિમિત્તે થતાં શુભ અશુભ અધ્યવસાયો પણ અસંલોક પ્રમાણ છે. જયારે કષાય વધતો હોય ત્યારે એ જ અધ્ય. અશુભ કહેવાય છે અને જ્યારે કષાય મંદ થતો હોય ત્યારે એ જ અધ્ય૦ શુભ કહેવાય છે. માટે શુભ-અશુભ બન્નેના અધ્યસ્થાનો તુલ્ય છે. પણ ક્ષપકશ્રેણિમાં જે અધ્યસ્થાનો હોય છે તે ત્યાંથી પાછા પડવાનું ન હોવાથી માત્ર શુભ જ છે. અને તેથી અશુભ અધ્ય કરતાં શુભ અધ્ય ક્ષેપકના જેટલા અધ્યો છે એટલા વધુ છે.
(૨) અવિભાગથી (૮) ષસ્થાન- આ વારો નામ પ્રત્યયસ્પદ્ધક પ્રમાણે જાણવા. કાષાયિક અધ્યના કારણે, જઘ૦થી પણ સર્વજીવથી અનંતગુણ રસાવિભાગ ગૃહીત પ્રત્યેક કર્મ પુદ્ગલમાં ઉત્પન્ન થઈ જાય છે.
૮માં ષસ્થાન દ્વારમાં વિશેષતા– ગુણવાનું કે ભાગવાનું, જ્યાં અનંતથી હોય ત્યાં સર્વજીવથી સમજવું. અસંથી હોય ત્યાં અસં લોકપ્રદેશથી જાણવું અને સંખ્યાતાથી હોય તો ઉત્કૃષ્ટ સંખ્યાથી જાણવું. ષસ્થાનોની સંખ્યા અગ્નિકાયમાં ઉત્પન્ન થતાં જીવો અલ્પ અસં લોક અગ્નિકાયમાં રહેલા જીવો
અસંશ્લોક અગ્નિકાયની કાયસ્થિતિ
અસંશ્લોક રસબંધના ષસ્થાનો
a અસં લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org