________________
૨૪
બંધનકરણ
એના પ્રદેશો અસં ગુણ, એના કરતાં અસં ગુણહીનના દ્રવ્યો અનંતગુણ, એના કરતાં એના પ્રદેશો અસગુણ. આમ અસંહભાગીનના પ્રદેશો સુધી જાણવું. નામપ્રત્યયસ્પદ્ધક પ્રરૂપણાને
બંધનનામકર્મના ઉદયથી, બંધન યોગ્ય પુદ્ગલોમાં (ગૃહ્યમાણ શરીરવર્ગણાના પુદ્ગલોમાં) જે સ્નેહાણુઓ ઉત્પન્ન થાય છે તેના કારણે રચાતા સ્પદ્ધકોની આમાં પ્રરૂપણા છે. આમાં ૬ ધારો છે. અવિભાગ, વર્ગણા, સ્પર્ધ્વક, અંતર, નિશ્ચિત સ્નેહગુણપ્રરૂપણા વર્ગણાપુદ્ગલગતસ્નેહાવિભાગ સકલ સમુદાયપ્રરૂપણા અને શરીરસ્થાન.
ઔદારિકશરીરરૂપે બદ્ધ પુગલના સ્નેહનો કેવલજ્ઞાનથી પણ અવિભાજ્ય અંશ એ સ્નેહવિભાગ અથવા સ્નેહાણુ કહેવાય છે. બંધનનામકર્મવશાત્ બંધનયોગ્ય પુદ્ગલોમાં જઘન્યથી પણ સર્વજીવાથી અનંતગુણ સ્નેહાણુઓ ઉત્પન્ન થાય છે. આવા જઘન્યતમ સ્નેહાણુઓવાળા પુદ્ગલોનો સમૂહ એ પ્રથમ વર્ગણા છે. આના કરતાં એક અધિક નેહાણુઓવાળા પુદ્ગલોનો સમૂહ એ બીજી વગણા છે. આવી એકોત્તરવૃદ્ધિવાળી નિરંતર અભવ્યથી અનંતગુણવર્ગણાઓ મળે છે. તેનો સમૂહ એ પ્રથમ રૂદ્ધક છે. આ પ્રથમ સ્પર્ધ્વકની ચરમવર્ગણાના સ્નેહાણ કરતાં એક, બે, ત્રણ.. યાવત્ સર્વજીવથી અનંતગુણ જેટલા સ્નેહાણ અધિક હોય એવા પુદ્ગલો ક્યારેય મળતા નથી. આવો પુદ્ગલોનો અભાવ એ અંતર છે. ત્યારબાદ ફરીથી એકોત્તરવૃદ્ધિવાળી અભવ્યથી અનંતગુણવર્ગણાઓ મળે છે જેનું બીજું સ્પદ્ધક બને છે. પછી પુનઃ સર્વજીવાથી અનંતગુણ અંતર.... પછી ત્રીજું સ્પર્ધ્વક. આવા પ્રથમ પદ્ધકથી માંડીને અભવ્યથી અનંતગુણ (અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા) સ્પદ્ધકોનું પ્રથમ શરીરસ્થાન બને છે. ઉત્તરોત્તર અનંતભાગ વગેરે ૬ પ્રકારની વૃદ્ધિવાળા આવા અસંખ્યલોક પ્રમાણ શરીરસ્થાન છે.
વર્ગણા પુદ્ગલગત સ્નેહવિભાગ સકલ સમુદાય પ્રરૂપણા (અથવા નિચિતસ્નેહગુણ પ્રરૂપણા) પ્રથમ શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં રહેલા બધાં પુદ્ગલમાં સંચિત થયેલા સ્નેહાણુઓ કરતાં બીજા શરીરસ્થાનના પ્રથમ સ્પદ્ધકની પ્રથમ વર્ગણામાં રહેલાં સર્વપુદ્ગલોમાં સંચિત થયેલ સ્નેહાણ અનંતગુણ હોય છે. ૧. કોઇપણ જીવના કોઇપણ સમયભાવી શરીરનો વિચાર કરીએ તો તે સમયે જોડાયેલા શરીર પુદ્ગલોમાં નેહાણુઓ એવી રીતે પેદા થયા હોય કે જેથી આમાંનું કોઈપણ સંભવિત શરીરસ્થાન બન્યું હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org