________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૨૫
એના કરતાં ત્રીજા શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં રહેલા પુદ્ગલોમાં સંચિત સ્નેહાણુ અનંતગુણ હોય છે. આ પ્રમાણે ઠેઠ સુધી જાણવું.'
પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ બીજા સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણામાં દ્વિગુણ સ્નેહાણ ત્રીજા સ્પદ્ધકની પ્રથમ વર્ગણામાં ત્રિગુણ નેહાણ ચોથા સ્પદ્ધકની પ્રથમ વર્ગણામાં ચતુગુણ સ્નેહાણું
એમ અનંતમા સ્પદ્ધકની પ્રથમ વર્ગણામાં અનંતગુણ સ્નેહાણુ હોય છે. દરેક સ્પદ્ધકમાં વર્ગણાની સંખ્યા (અભવ્યથી અનંતગુણ) અને બે સ્પર્તકો વચ્ચે અંતર (સર્વજીવથી અનંતગુણ) આ બન્ને ચોક્કસ રકમો છે, બદલાતી નથી.” વર્ગણાઓમાં વૃદ્ધિ
(૧) અનંતરવૃદ્ધિ- એક જ સ્પર્ધ્વકની ઉત્તરોત્તરવર્ગણામાં એક એક સ્નેહાણુની વૃદ્ધિ હોય છે. એક સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણા પછીની બીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાં અનંત સ્નેહાણુની વૃદ્ધિ હોય છે. ૧. આનો અર્થ એ થયો કે એક શરીરસ્થાનના બે સ્પદ્ધકો વચ્ચે જે અંતર હોય છે એના કરતાં
પૂર્વ સ્થાનના ચરમ અને ઉત્તર સ્થાનના પ્રથમ સ્પર્ધક વચ્ચે અનંતગુણ અંતર હોય છે. ૨. ધારો કે ૧ થી ૫ સંખ્યાતું છે. ૬ થી ૨૦ અસં છે અને ત્યારબાદ અનંત શરૂ થાય છે. ૧૦) એ અભવ્યથી અનંતગુણ સંખ્યા છે અને ૧ કરોડ એ સર્વજીવથી અનંતગુણ રાશિ છે. તેથી પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણાગત દરેક પુદ્ગલમાં ૧ કરોડ સ્નેહાણુ, બીજી વર્ગણામાં ૧OOOOO૦૧ સ્નેહાણુ, ત્રીજીમાં ૧૦OOOO૦૨ નેહાણુ યાવતું પ્રથમસ્પર્ધ્વકની ચરમવર્ગણામાં ૧OOOOO૯૯ સ્નેહાણુઓ છે. ત્યારબાદ ૯૯૯૯૯OO (આ પણ સર્વજીવથી અનંતગુણ રાશિ છે)નું અંતર છે, ત્યારબાદ બીજું સ્પદ્ધક શરૂ થાય છે. એની પ્રથમવર્ગણામાં ૨ કરોડ અને ચરમવગણામાં ૧OOOOO૯૯ સ્નેહાણુઓ છે. ત્યારબાદ ૯૯૯૯૯O૦નું અંતર. પછી ત્રીજું પદ્ધક, એની પ્રથમ વર્ગણામાં ૩ કરોડ સ્નેહાણુઓ છે અને ચરમમાં ૩OOOOO૯૯ સ્નેહાણુઓ છે. એમ ઉત્તરોત્તર જાણવું. આના પરથી જાણી શકાય છે કે પ્રત્યેક સ્પર્ધ્વકમાં વર્ગણાની સંખ્યા (૧૦૦) અને બે સ્પદ્ધક વચ્ચે અંતર (૯૯૯૯૯૮૦) એ સ્થિર રકમો છે. તેમજ જેટલામું સ્પદ્ધક હોય તેની પ્રથમ વર્ગણામાં પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણા કરતાં તેટલા ગુણ સ્નેહાણુઓ હોય છે. ૩. આ પ્રરૂપણા મૂર્ણિમાં છે નહીં. ટીકામાં પારંપર્યણવૃદ્ધિ માટે એમ કહ્યું છે કે પ્રથમ સ્પર્ધ્વકની
પ્રથમ વર્ગણાની અપેક્ષાએ છએ પ્રકારની વૃદ્ધિઓ જાણવી. એનું વિશ્લેષણ આગળ જણાવ્યા મુજબ કરવાથી કોઈ અસંગતિ જેવું લાગતું નથી. તત્ત્વ કેવલીગમ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org