________________
૨૬
બંધનકરણ
(૨) પરંપરવૃદ્ધિ– પ્રથમ સ્પર્ધ્વકની પ્રથમવર્ગણાની અપેક્ષાએ તેની જ વર્ગણાઓમાં અનંતભાગવૃદ્ધિ હોય છે, બીજા સ્પર્ધકની વર્ગણાઓમાં દ્વિગુણ કે સાધિક દ્વિગુણ વૃદ્ધિ હોય છે. ત્રીજાથી માંડીને સંખ્યાતા સ્પદ્ધકોની વર્ગણામાં સંખ્યાતગુણ વૃદ્ધિ હોય છે. ત્યારબાદના અસં. સ્પર્ધકોની વર્ગણાઓમાં અસં ગુણવૃદ્ધિ હોય છે. અને ત્યારબાદના અનંતસ્પદ્ધકોની વર્ગણાઓમાં અનંતગુણવૃદ્ધિ હોય છે. દરેક સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ તે જ સ્પર્ધ્વકની વર્ગણાઓમાં માત્ર અનંતભાગવૃદ્ધિ જ મળે. બીજા સ્પર્ધકથી માંડીને સંખ્યાતા સ્પદ્ધક સુધીમાં, તે તે પદ્ધકની પ્રથમવર્ગણાની અપેક્ષાએ પછી પછીના સ્પર્ધ્વકની વર્ગણાઓમાં સંખ્યાતભાગ વૃદ્ધિ મળે. અસંમા સ્પદ્ધકથી માંડીને અસંસ્પદ્ધક સુધીમાં પૂર્વ પૂર્વના સ્પદ્ધકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ ઉત્તરોત્તર સ્પર્ધ્વકની વર્ગણાઓમાં અસંહભાગવૃદ્ધિ મળે, અને અનંતમાં સ્પર્ધ્વક પછી તો આ રીતે અનંતભાગ વૃદ્ધિ જ મળે. ૧. ૨૫મા પૃષ્ઠની બીજી ટીપ્પણમાં જે કલ્પના કરી છે એ મુજબ વિચારીએ તો, પ્રથમ સ્પર્દકની
પ્રથમવર્ગણામાં ૧ કરોડ સ્નેહાણુ છે અને એની ઉત્કૃષ્ટવર્ગણામાં પણ વધુમાં વધુ ૯૯ (અભવ્યથી અનંતગુણ)ની જ વૃદ્ધિ છે, જે ૧ કરોડ (સર્વજીવથી અનંતગુણ)ના અનંતમાભાગે છે. માટે એની દરેક વર્ગણામાં પણ અનંતભાગવૃદ્ધિ જ મળે. બીજા સ્પર્ધ્વકમાં ૨ કરોડ થી ૨ કરોડ ૯૯ સ્નેહાણુઓ છે જે ૧ કરોડથી દ્વિગુણ કે સાધિક દ્વિગુણ છે. ત્રીજા-ચોથા-પાંચમાં સ્પદ્ધકમાં અનુક્રમે ૩ કરોડથી ૩ કરોડ ૯૯, ૪ કરોડ થી ૪ કરોડ ૯૯, ૫ કરોડથી ૫ કરોડ ૯૯ સ્નેહાણુઓ છે જે ૧ કરોડની અપેક્ષાએ સંખ્યાતગુણ છે. ૬ થી ૨૦ સુધીના સ્પદ્ધકોમાં ૬ કરોડ-૨૦ કરોડ જેવા સ્નેહાણુઓ છે. જે ૧ કરોડની અપેક્ષાએ અસં ગુણ છે. કેમકે આપણી ધારણામાં ૬ થી ૨૦ એ અસં છે). ત્યારબાદના સ્પદ્ધકોમાં ૨૧ કરોડ વગેરે સ્નેહાણુઓ છે જે ૧ કરોડની અપેક્ષાએ અનંતગુણ છે. બીજા સ્પર્ધ્વકના ૨ કરોડની અપેક્ષાએ ત્રીજા સ્પર્ધ્વકમાં ૧ કરોડની વૃદ્ધિ છે, એટલે કે દ્વિભાગવૃદ્ધિ થઈ. ત્રીજા સ્પર્ધ્વકના ૩ કરોડની અપેક્ષાએ ૪ થા સ્પ૦માં ૧ કરોડની વૃદ્ધિ છે જે ત્રિભાગવૃદ્ધિ છે. એમ ૪થાની અપેક્ષાએ પાંચમામાં ચતુર્ભાગવૃદ્ધિ મળશે. આ બધી સંખ્યાતભાગ વૃદ્ધિ થઈ. ૬ઠા ૫૦ના છ કરોડની અપેક્ષાએ ૭મા સ્પ૦ની વર્ગણાઓમાં ૧ કરોડની વૃદ્ધિ એ અસંહભાગવૃદ્ધિ થઈ. ૮મા વર્ગણાઓમાં ૧ કરોડની વૃદ્ધિ એ અસંહભાગવૃદ્ધિ થઈ. એ પ્રમાણે અસંસ્પદ્ધકો સુધી જાણવું. (કારણકે આપણી કલ્પનામાં છઠ્ઠો વગેરે ભાગ અસંમોભાગ છે). ૨૧માં પદ્ધકમાં ૨૧ કરોડની અપેક્ષાએ ૨૨માં સ્પ૦માં ૧કરોડની વૃદ્ધિ એ અનંતમાભાગની વૃદ્ધિ છે. (કેમકે ર૧મો ભાગ વગેરે અનંતમોભાગ છે) એમ આગળ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org