________________
બંધનકરણ
પ્રદેશબંધ
કોઈપણ સયોગી જીવ પ્રત્યેક સમયે સર્વાત્મપ્રદેશોથી સ્વઅવગાહનાના આકાશપ્રદેશોમાં જ રહેલા કાશ્મણવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી કર્મ તરીકે ક્ષીરનીરન્યાયે સ્વાત્મપ્રદેશો સાથે એકમેક કરે છે.
પ્રત્યેક આત્મપ્રદેશો પર જે કર્મદલિકો ચોંટે છે તેમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમાંભાગ જેટલી રાશિ પ્રમાણ વર્ગણાઓ હોય છે. પ્રત્યેક વર્ગણામાં અભવ્યથી અનંતગુણ સ્કંધો હોય છે અને પ્રત્યેક સ્કંધમાં અભવ્યથી અનંતગુણ પરમાણુઓ હોય છે. કુલ પરમાણુપ્રદેશો પણ અભવ્યથી અનંતગુણ જાણવા.
આ દલિકોને સ્પર્શીને રહેલા સ્કંધોને કે આંતરાના આકાશપ્રદેશોમાં રહેલા કાર્પણ સ્કંધોને પણ જીવ ગ્રહણ કરતો નથી.
ગૃહ્યમાણ પુદ્ગલના પ્રત્યેક પરમાણુપ્રદેશ પર સ્નેહ પ્રત્યયનો યથાયોગ્ય સ્નેહ વિસસા પરિણામથી હતો જ (જેના પ્રભાવે એમાંથી સ્કંધો બન્યા). વળી બંધાતી વખતે એમાં બંધનનામકર્મના પ્રભાવે નામપ્રત્યયનો, જીવના યોગપરિણામના પ્રભાવે પ્રયોગપ્રત્યયન અને જીવના કાષાયિક (લેશ્યા) પરિણામના પ્રભાવે રસબંધસંબંધી સર્વજીવથી અનંતગુણ સ્નેહ ઉત્પન્ન થાય છે.
જે સમયે દલિકો ગ્રહણ કરે છે એ જ સમયે ભિન્ન ભિન્ન વર્ગણાઓમાં પરિણામોનુસાર જ્ઞાનાવારકત્વાદિરૂપ ભિન્ન ભિન્ન સ્વભાવો ઉત્પન્ન કરે છે. એટલે કે જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધે છે.
તે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોમાં કેટલા કેટલા દલિકો વહેંચાય છે (એટલે કે ગૃહ્યમાણ દલિકોમાંથી કેટલા કેટલા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વગેરે રૂપે પરિણમે છે) તેનો હવે વિચાર છે - મૂળપ્રવૃતિઓમાં પ્રદેશ વહેંચણી
જેટલી મૂળ પ્રકૃતિઓ બંધાતી હોય એટલા ભાગમાં ગૃહીત દલિકો વહેંચાય છે. એટલે કે ૮ પ્રકૃતિઓ બંધાતી હોય તો ૮ ભાગ પડે. એમ ૭, ૬ માટે જાણવું. એક જ પ્રકૃતિ બંધાતી હોય તો બધું દલિક એને જ મળી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org