________________
બંધનકરણ
કાર્યણવર્ગણાઓ પૂર્ણ થયા બાદ પણ, એકાધિક પરમાણુઓવાળી ઉત્તરોત્તર વર્ગણાઓ વિદ્યમાન હોય જ છે. કાર્પણ પછીની આ બધી વર્ગણાઓ જીવથી અગ્રાહ્ય હોય છે. આ અનંતી વર્ગણાઓને ધ્રુવાચિત્ત વર્ગણાઓ કહે છે. પ્રથમ પરમાણુઓની વર્ગણાથી માંડીને અહીં સુધીની બધી વર્ગણાઓ ત્રણેય કાળમાં અવશ્ય વિદ્યમાન હોય જ છે, આમાંની કોઈપણ વર્ગણાનો ક્યારેય અભાવ થતો નથી. પણ આના પછી હવે જે વર્ગણાઓ આવવાની છે તે અધ્રુવ હોય છે, માટે આને ‘ધ્રુવ’ કહી છે. વળી આમ તો આ બધી જ પુદ્ગલવર્ગણાઓ હોવાથી જડ જ હોય છે. તેમ છતાં કાર્યણ સુધીની વર્ગણાઓ જ્યારે જીવગૃહીત બને ત્યારે સચિત્તનો વ્યપદેશ થઈ શકતો હોવાથી, અને આ વર્ગણાઓ તો ક્યારેય જીવગૃહીત બનતી ન હોવાથી આને ‘અચિત્ત' કહી છે. આમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અનંતગુણ હોય છે. ગુણક સર્વજીવોથી અનંતગુણ જાણવો. ધ્રુવાચિત્ત વર્ગણાઓ પૂર્ણ થયા બાદ અÝવાચિત્ત વર્ગણાઓ આવે છે. આ વર્ગણાઓ ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતી, માટે એને અશ્રુવાચિત્ત કહે છે. આમાં પણ જવ॰ કરતા ઉત્કૃ॰ ધ્રુવાચિત્ત મુજબ જાણવું. આ વર્ગણાઓને સાન્તરનિરન્તર વર્ગણાઓ પણ કહે છે.
૧૪
૧. ધારો કે ધ્રુવાચિત્તની છેલ્લી વર્ગણા ૯૯,૯૯,૯૯૯ની છે. એટલે કે આટલા પરમાણુઓથી જે કંધો બન્યા હોય તે બધાનો સમુદાય એ વાચિત્તની ઉત્કૃ॰ વર્ગણા છે. આવા સ્કંધો હંમેશા વિદ્યમાન હોય જ છે. એ પછી ૧કરોડ, ૧કરોડ૧, ૧કરોડ૨... યાવત્ ૧ અબર્જ ૫૨માણુઓથી જે સ્કંધો બને તેની વર્ગણાઓ અશ્રુવાચિત્ત વર્ગણાઓ છે. ૧ કરોડ પરમાણુથી બનેલ સ્કંધો હંમેશા હોય જ એવું નથી. ક્યારેક એવું પણ બને કે આખા ૧૪ રાજલોકમાં ૧ કરોડ પરમાણુથી બનેલ એકે'ય સ્કંધ ન હોય. આ જ રીતે ૧કરોડ૧, ૧કરોડર... વગેરે માટે જાણવું. વળી એવું પણ બને છે કે વિવક્ષિત કાળે ૧ કરોડ, ૧કરોડ૧-૨-૩-૪ ૫૨માણુઓથી બનેલ સ્કંધો (અને તેથી વર્ગણાઓ) હોય અને પછી ૧કરોડપ થી ૧કરોડ૧૫ સુધીના પરમાણુઓથી બનેલ એકે'ય સ્કંધ ન હોય. વળી પાછા ૧ કરોડ ૧૬ થી ૧ કરોડ ૮૫ સુધીના સ્કંધો હોય અને ૧ કરોડ ૮૬ થી ૧ કરોડ પ૦૦ સુધીના ન પણ હોય. આમ અમુક વર્ગણાઓ નિરંતર મળે. અમુકમાં વચ્ચે અંતર પડી જાય. માટે આને સાન્તરનિરંતર વર્ગણાઓ પણ કહે છે. ૧ કરોડ થી ૧ અબજ સુધીના સ્કંધોમાંથી ક્યારેક કો'ક ન હોય અને ક્યારેક બીજા ન હોય- પેલા હોય એવું બને છે પણ ૧ કરોડથી ૧ અબજ સુધીના એકેય સ્કંધ ક્યારેક ન હોય- એટલે કે આ અધ્રુવાચિત્તની એકેય વર્તણા ક્યારેક ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org