________________
૧૬
બંધનકરણ
વર્ગમૂળ કરવું. આમ આવલિકાના અસં૦મા ભાગના સમય જેટલી વાર ઉત્તરોત્તર વર્ગમૂળ કરતાં જવું. આ ચરમ જે વર્ગમૂળ આવે એના અસં૦માં ભાગનો અસંખ્યાતમો ભાગ તૃતીય ધ્રુવશૂન્યમાં ગુણક છે. ચતુર્થમાં પ્રતરના અસંવમાં ભાગમાં આવેલ અસંસૂચિશ્રેણિના પ્રદેશ જેટલો ગુણક છે. બાદરનિગોદવર્ગણા
બાદરનિગોદીયા જીવોને સત્તામાં રહેલ ઔદારિક, તૈજસ, કાર્મણશરીર નામકર્મને આશ્રીને આ વર્ગણાઓ રહી છે. આ જીવોને પૂર્વથી આવેલ વૈક્રિય-આહારક નામકર્મ સત્તામાં હોવા છતાં ઉદ્વલ્યમાન હોવાથી અને અલ્પકાળ હોવાથી એની અહીં વિવક્ષા કરી નથી. અહીં જઘ૦ કરતાં ઉત્કૃ૦નો ગુણક સૂત્ર ક્ષેત્ર પલ્યોનો અસંમો ભાગ છે. સૂક્ષ્મનિગોદવર્ગણા
- સૂક્ષ્મનિગોદીયા જીવોને સત્તામાં રહેલ ઔદારિક તૈજસ, કામણશરીર નામકર્મને આશ્રીને રહેલ છે. શેષ બા. નિ. વર્ગણા મુજબ જાણવું. ગુણક આવલિકાના અસમા ભાગ જેટલો જાણવો. અચિત્તમહાત્કંધવર્ગણા
ચતુર્થઘુવશૂન્ય બાદ અધિક-અધિક પરમાણુઓથી આ વર્ગણાઓ બને છે. વિસસાપરિણામથી આ સ્કંધો શિખરો-પર્વત વગેરેના મોટા સ્કંધો વગેરેને આશ્રીને રહે છે. ત્રસજીવોની સંખ્યા જ્યારે ઓછી હોય ત્યારે આ સ્કંધો વધુ હોય છે, અને ત્રસજીવો
જ્યારે વધારે હોય ત્યારે આ સ્કંધો ઓછા હોય છે. ક્યારેક વિસસાપરિણામથી સમુદ્ધાત થઈ આ સ્કંધ ૪ સમયમાં લોકવ્યાપી થાય છે. વર્ગણાઓના વર્ણાદિ–
સ્વતંત્ર પરમાણુઓમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે અવિરુદ્ધ સ્પર્શી હોય છે. એટલે કે સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, ક્ષ-ઉષ્ણ, રુક્ષ-શીત આ ૪ માંથી કોઈપણ એક જોડકું હોય છે. શેષ ૪ મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ સ્પર્શી પરમાણુઓમાં હોતા નથી. પણ સંયોગના કારણે સ્કંધોમાં પેદા થાય છે. ઔદા, વૈક્રિય અને આહારક વર્ગણાઓના સ્કંધો પાંચવર્ણ, પાંચરસ, બે ગંધ અને ૮ સ્પર્શવાળા હોય છે. જ્યારે તૈજસ વગેરે શેષ ૫ ગ્રાહ્ય વર્ગણાઓના સ્કંધો પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ૪ સ્પર્શવાળા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org