________________
૧૮
બંધનકરણ
આ ૪ સ્પર્શી આ પ્રમાણે -પરમાણુ માટે જે જ જોડકાં છે એમાંના કોઈપણ એક યુગલ સાથે મૃદુ અને લઘુ સ્પર્શ હોય છે. '
અવગાહના- ૧ પરમાણુ ૧ આકાશપ્રદેશમાં રહે છે. ૧ યમુક ૧ યા ર આકશપ્રદેશમાં રહી શકે, પણ ૩ આકાશપ્રદેશમાં ન રહી શકે. ૧ ચણુક ૧,૨ યા ૩ આકાશપ્રદેશમાં રહી શકે, પણ ૪ આકાશપ્રદેશમાં ન રહી શકે. એમ અનંતાણુકર્કંધ ૧,૨,૩... યાવઅસં. આકાશપ્રદેશમાં રહી શકે, પણ એનાથી વધુ આકાશ પ્રદેશમાં રહી ન શકે.
અલ્પબદુત્વ- કાશ્મણસ્કંધોની અવગાહના સહુથી અલ્પ અને પરમાણુપ્રદેશો સહુથી વધુ હોય છે. એના કરતાં મનોવર્ગણાના સ્કંધોની અવગાહના અસંખ્યગુણ અને પરમાણુપ્રદેશો અનંતમાભાગે હોય છે. એના કરતાં શ્વાસો વર્ગણાના સ્કંધની અવગાહના અસંખ્યગુણ અને પરમાણુપ્રદેશો અનંતમાંભાગે હોય છે. આમ ઔદારિક સુધીની ગ્રાહ્યવર્ગણાઓમાં જાણવું. તાત્પર્ય એ છે કે પરમાણુઓ વધતા જાય તેમ તેમ પરિણામ સૂક્ષ્મ સૂક્ષ્મતર થતો જાય છે. તેમ છતાં આ બધા સ્કંધોની અવગાહના અંગુલનો અસંમો ભાગ જ હોય છે તે જાણવું. શેષ વર્ગણાઓના કંધોની અવગાહનાની પ્રરૂપણા ગ્રંથકારે કરી નથી. (એટલે એમ લાગે છે કે એમાં કોઈ નિયત હાનિવૃદ્ધિ જેવું હશે નહીં.)
જે કોઈ સ્કંધને જીવ ગ્રહણ કરે છે તે સર્વઆત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે. જેમ સાંકળની નીચલી કડી મુખ્યતયા પથ્થર સાથે જોડાયેલી હોવા છતાં દરેક કડીઓ એને ઊંચકવામાં ભાગ ભજવે છે તેમ પ્રસ્તુતમાં પણ જાણવું, કારણ કે દરેક આત્મપ્રદેશો પરસ્પર સંકળાયેલા છે.
પરમાણુગત સ્નેહ વિશેષના કારણે પરસ્પર પરમાણુઓ જોડાઈને સ્કંધો બને છે. માટે હવે સ્નેહની પ્રરૂપણા કરવામાં આવે છે.
૧. ભગવતીજીમાં તૈજસ સ્કંધમાં આઠેય સ્પર્શી અને કાશ્મણસ્કંધમાં સ્નિગ્ધ-રૂક્ષ-શીત-ઉષ્ણ એમ
૪ સ્પર્શી કહેલા છે તે મતાંતર જાણવો. તત્ત્વ કેવલીગમ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org