Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
સાધવા સારૂ તે કલ્યાણ માસિકના તંત્રીશ્રી સોમચંદ ડી. શાહને મેં છેલ્લાં છ એક વર્ષ પર્યન્ત વારંવાર જણાવ્યું હતું. તા. ૧૨-૧૧-૫૫ ના જૈન પત્રના પિજ ૫૭૮ ઉપર કલ્યાણ માસિકના સંચાલકોને પણ તેઓના શાસ્ત્રવિરૂદ્ધ સમાધાનને છાપવા બંધ કરી દેવાનું આપ્તસૂચન કર્યું હતું. સં. ૨૦૧૩ માં તે તે માસિકના એક અંકમાં પ્રસિદ્ધ થયેલાં તેઓશ્રીનાં સંખ્યાબદ્ધ અસત્ય સમાધાનેની જોડે શાસપાઠ લખી જણાવવા પૂર્વક તે સમાધાનને અસત્ય જણાવીને તે એક જ તે તંત્રીશ્રી મારફત તેઓશ્રીને મોકલાવી આપે હતો. આમ છતાં તે માસિકમાં તેઓશ્રી તરફથી સુધારા જાહેર ન થયા, અને તેઓશ્રીનાં અસત્ય સમાધાને તે માસિકમાં છપાવા ચાલુ જ રહ્યા! ! તેથી માનવું થયું કે- “આચાર્યશ્રીને પિતાનાં તે અસત્ય સમાધાનને તથાવત્ ઉભા રાખવાનો આગ્રહ છે અને તે માસિકના સંપાદકોને છાપતા જ રહેવાની ફરજમાં મૂકીને સમાજમાં પિતાનાં તે અનર્થદાયી સમાધાનને સૈધાંતિક સમાધાને તરીકે ખપાવવાનું ભારી મમત્વ છે.' જે શાસન અને સમાજને મહાન અકલ્યાણકર ગણાય.
આ અનમેં અટકાવવા સારૂ તેઓશ્રી જેવા વયેવૃદ્ધ આચાર્યશ્રીનાં અસત્ય સમાધાનને અંગત રીતે જ સુધરાવવાની તે મુજબની વર્ષો સુધી દાખવેલી આપ્તતા, આજે પણ દિલમાં તથાવત જ વતી હોવા છતાં તેઓશ્રીએ એ રીતે અખંડપણે જાળવેલ અસત્યની પકડને ધર્મનિષ્ઠ વગના હિતને અર્થે સુધારીને કલ્યાણકામી જનેને સત્યથી વાસિત કરવા સારૂ અંતિમ ઉપાય તરીકે કલ્યાણ માસિકની અંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com