Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 230
________________ ૨૦૪ તથા જિનેશ્વરની મૂર્તિમાં થતો જિનેશ્વરના આકારને આરોપ તે ભાવજિનેશ્વરદેવ નથી, પરંતુ ભાવ જિનેશ્વર દેવ તરીકે માનવાને અધ્યવસાય છે. આથી નિરંજન નિરાકાર એવા સિધ્ધ પરમાત્માની સાકારમૂર્તિને પણ જેમ નિરંજન નિરાકાર કહેવાય છે તેમ સમયાન્તરે નિરંજન નિરાકાર બનનાર શ્રી અરિહંતની મૂર્તિને પણ સુખે નિરંજન નિરાકાર કહેવાય. આજે “જિનેશ્વરદેવોને નિરંજન નિરાકાર ન કહેવાય અને સિદ્ધભગવં તેને માટે જ તે વિશેષણ છે. એમ કહેનારા આ આપણા આચાર્યશ્રી, વખત જતાં સાકારના બહાને નિરંજન નિરાકાર એવા સિદ્ધની સરકારમૂર્તિને પણ નિરજન નિરાકાર કહેવાની ના કહે તો નવાઈ નહિ; પરંતુ કલ્યાણકામી આત્માએ તે આ સ્પષ્ટીકરણ વાંચ્યા બાદ નિરધાર ઉપર આવવું રહે છે કે- તેઓશ્રીના કથનને યથાર્થ માની લેવાની ભૂલચૂકેય ઉતાવળ કરવી નહિ. અરૂપી દેવ અને રૂપી દેવની મૂર્તિનું નિરંજન નિરાકારપણું તો સમાન જ હોવાથી તે બંને દેવો સંબંધીને કાર્યોત્સર્ગદંડક પણ સરજો અરિહંતમ એ એકજ છે. સિદ્ધની મૂર્તિ અંગે પૃથગૃ-જુદે દંડક નથી. પૂજાની ઢાળમાં શ્રી જિનેશ્વરની સ્તવના કરતાં જણવાએલી “અરૂપી પણ રૂપારેપણુસે, ઠવણ અનુયાગદ્વારા, જિમુંદા” એ ગાથા પણ અરૂપીમાં રૂપનું આરોપણ કરીને આરાધવામાં આવતી રૂપી મૂર્તિ દ્વારા પણ મુખ્યતૃત્યા નિરજન નિરાકારનું જ આરાધન કરાતું હોવાનું સમર્થન કરે છે. શ્રીકલપસૂત્રમાં તે કેવલજ્ઞાન થયા અગાઉથી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238