Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૯૨
જરૂરી એવી તે ચીજનો અંતરાય કરનારી હેઈને અઘોઘરૂપ છે.”
(૭) આચાર્યશ્રીએ ઉપર મુજબ પાંચમી કલમ સુધી શાસ્તે અચિત્ત જણાવેલા કેરડુ મગને સચિત્ત કહીને તેવા મગને સંઘટ્ટો પણ વર્જવાનું કહ્યું અને છઠ્ઠી કલમમાં તે તેવા મગ સાધુઓને વહોરાવવાને પણ શ્રાવકને નિષેધ કર્યો. તેના કારણમાં આચાર્યશ્રીએ સાતમી કલમમાં જે કારણ કે એક એક કોળીયામાં પ-૫, ૭-૭ દાણું આવી જાય જેથી આવા કેયડા મગને ગળી જવાને વિવેક કરો કઠીન છે ૪૪ . એ પ્રમાણે જણાવેલ છે, તે વદતે વ્યાઘાત રૂપ છે. જેના સંઘટ્ટાને પોતે નિષેધ કર્યો છે તે નિષેધમાં હેતુ તરીકે તેની સચિત્તતા જણાવવાને બદલે તેને ગળી જવાની મુશીબત રજુ કરી ! શુબુદ્ધિની બલિહારી? વધુમાં આ કલમ વાપરીને તેઓશ્રીએ નિની અપેક્ષાએ કેરડુ મગની સચિત્ત તરીકે કરેલી યતનાની વાતને તે પોતે જ અસત્ય ઠરાવી છે.
(૮) પ્રસ્તુત સમાધાનની આઠમી કલમમાં આચાર્યશ્રીએ પ્રશ્નકારને જે-“સિદ્ધપુરવાલા સુશ્રાવક ભીખાલાલને મે આવી સમજ આપી છે. જ્યારે પૂ. આ૦ શ્રી વિજયદાનસૂરિજી મહારાજે સ્વાભાવિક પ્રશ્નનને ઉત્તર આપે છે. એટલે અમારા બંનેના આશયમાં ફેર નથી.” એ પ્રમાણે ખુલાસે આપેલ છે તે, પિતાના તે અસત્ય નિરૂપણને યેનકેનાપિ સાચું ઠસાવવા સારું આ. શ્રી દાનસૂરિજી મ. ની
પ્રરૂપણને અસરીતે જ સમાન આશ યવાળી ગણાવવાની બાલચેષ્ટારૂપ છે. કારણ કે-વિવિધ પ્રશ્નોત્તરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com