Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૨૦૧
(૧૩૧) કલ્યાણ વર્ષ ૧૬ અંક૬ પૃ૦૪૮૦ કે. ૨ ના બીજા સમાધાનમાં તેઓશ્રીએ, પં. શ્રી વીર વિ૦ કૃત પંચ કલ્યાણકની પૂજાની આઠમી ઢાળમાંની “વેધકતા વેધક લહે. બીજા બેઠા વા ખાય એ પંક્તિનો જે “જિનેશ્વર ભગવાનની ભક્તિથી ઓતપ્રોત થયેલ છે તે કર્મનો વેધ કરી પોતે જિનસરિખ બની શકે છે અને જે આત્મા જિનભક્તિથી ઓતપ્રોત નહિ અથવા સમ્યકતવાદિથી હીન છે તે બિચારા ખાલી રહી જાય છે–અર્થાત્ તેઓ જિનપદ કે કેવલજ્ઞાન પામી શકતા નથી.” એ પ્રમાણે અર્થ જણાવેલ છે તે, પૂર્વાપરના અધિકારનો સંબંધ વિચાર્યા વિનાને હેઈને તે ગાથાના કર્તા પંડિત મહાત્માના આશયને હણી નાખનારો છે. ત્યાં કેવલજ્ઞાન પામવાની વાત નથી પણ ભવ્યતાની વાત છે.
પં. શ્રી વીરવિજયજી મહારાજે તે ગાથાવાળી પૂજાની આઠમી ઢાળની પૂર્વે સાતમી ઢાળમાં શ્રી પાર્શ્વનાથપ્રભુના કેવલજ્ઞાન પ્રસંગની જે મહત્તા જણાવેલ છે, તે મહત્તા કેઈને વચન દ્વારા વર્ણવી શકાય તેમ નથી, એમ તે પછીની આઠમી ઢાળની શરૂઆતની-“રંગ રસીયા રંગ રસ બ૦ કોઈ આગળ નવિ કહેવાય” એ પંક્તિ વડે જણાવે છે. એજ વાતની પુષ્ટિમાં તે કર્તાએ તે પછીની તે “વેધકતા વેધક લહે. બીજા બેઠા વા ખાય” પંક્તિ જણાવી હેવાથી તે ગાથામાંના તે વેધકતા અને વેધક શબ્દને-પૂર્વે કહેલી સાતમી ઢાળના વર્ણનને અનુરૂપ અર્થ નીચે પ્રમાણે સમજ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com