Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૨૮ હોવારૂપ અજ્ઞતા છે. એ બે શબ્દને અર્થ એક ગણનારે ધર્મ અને ધમશબ્દમાં તફાવત સમજ બાકી રહે છે.
૬–તે પ્રશ્નમાં-અને તે (ધર્મની) ઉદારતામાં તથાભવ્યત્વને શા માટે હેતુ તરીકે મૂકયું ? એમ પૂછયું છે, તે અણસમજભર્યું છે. શાસ્ત્રકારે તે પાઠમાં–પરમાત્માના ધર્મની ઉદારતામાં તથાભવ્યત્વને હેતુ તરીકે મૂકયું નથી; પરંતુ પરમાત્માનું પરાર્થસંપાદનપણું ઉદાર છે તેમાં ( તથાભવ્યત્વને નહિં; પરંતુ)તથાભવ્યત્વના ગને હેતુતયા જણાવેલ છે.
એ પ્રમાણેની તે પ્રશ્નમાંની અજ્ઞતાને ઉકેલ્યા સિવાય જ આચાર્યશ્રીએ, પ્રશ્નકારના તેવા પ્રશ્નનું જે જીવનું તથાભવ્યત્વપણું હોય તે જ જીવે એવા ઉદાર હોઈ શકે છે બીજા નહિ, માટે તથાભવ્યત્વ શબ્દનો પ્રયોગ કર્યો છે એમ સમાધાન આપી દીધું ! તે વસ્તુ જ તે સમાધાનને મનસ્વી લેખાવવા સારુ બસ છે. પ્રશ્નકારને તે પ્રશ્ન પૂછવામાં મૂળ આશય, “તથા વ્યવયોનાર્ અધુરાતત્તેષા” એ પાઠને અર્થ સમજવાનું છે, તે આશયને ખ્યાલમાં લીધા વિના આચાર્યશ્રીએ તેવું મનસ્વી સમાધાન આપેલ છે તેથી પ્રશ્નકારના તે પ્રયાસને નિષ્ફળ બનાવ્યું ગણાય. તે પાઠને અર્થ એ છે કે-“તીર્થકરેનું પરાર્થસંપાદનપણું અતિ ઉદાર છે. શાથી ? તે કહે કે- તથાભવ્યત્વના ચોગથીઃ” એટલે કે-તથાભવ્યત્વના વેગે પ્રાપ્ત થયેલું ઉદાર પરાર્થસંપાદનપણું તીર્થકરેને હોય છે. આ સાચે અર્થ જણાવવાને બદલે ( પ્રશ્નકારે માયણ પાઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com