Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
(૮૩) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૮ પૃ પર૩ કે ૨ તે જ પ્રશ્નકારે પૂછલી-“મહાવીર સ્વામીની આજ્ઞા કેટલી અને કઈ કઈ?” એ શંકાનું જે-“મહાવીર પ્રભુની આજ્ઞા બે પ્રકારની છે. શક્તિસંપન્ન આત્માએ સર્વવિરતિ અને તેના અભાવે દેશવિરતિ ધારણ કરવી જોઈએ.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે અગ્ય છે. પ્રભુજીની તે બે આજ્ઞા નથી, પરંતુ પ્રભુએ તે બે પ્રકારે બતાવેલ ધર્મ છે. છતાં આચાર્યશ્રીએ અહિં ધર્મને બે આજ્ઞા કહી છે તે તેઓએ આ સમાધાન આજ્ઞાર્થમાં આપવું જોઈતું હતું, તે ભૂલીને વિધ્યર્થમાં આપેલ છે તે વિચિત્ર ગણાય. આચાર્યશ્રીએ આ જ પ્રકારને કલ્યાણ વર્ષ ૧૧ અંક ૫ પૃ. ૨૨૯ કે. બીજામાં વળી-“પ્રથમ સર્વવિરતિ ધર્મ, તે ન બને તે દેશવિરતિધર્મ, અને તે પણ ન બની શકે તે સમ્યકત્વ ધર્મની આરાધનાનું ફરમાન છે.” એમ જણાવવા વડે પ્રભુની ત્રણ આજ્ઞા જણાવી છે, તે આ કરતાં પણ વધુ વિચિત્ર ગણાય,
ઉક્ત સમાધાનમાં આચાર્યશ્રીએ, પ્રભુએ બે પ્રકારને ધર્મોપદેશ આપ્યો તેને-પ્રભુના બે વચનને પ્રભુની બે આજ્ઞા ગણીને “પ્રભુની બે પ્રકારની આજ્ઞા છે” એમ જણુંવેલ હોય તે પણ તે સમ્યગૂ નિરૂપણ નથી. કારણ કે-તે હિસાબે તે શાસ્ત્રોમાં પ્રભુની તે બે જ આજ્ઞા નથી, પરંતુ "येन कारणेन स्थविरकल्प उत्सर्गापवादात्मको जिनाव, तीर्थकृतां संवरविषयक उपदेशो जिनाज्ञा, अप्पा चेव दमेषवा जिनामा, तम्हा अप्पणा चेव सबसमियव्वं जिमाला, सन्चे पाणा सव्वे
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com