Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૫૦
દશાને ભજતા મુનિની ભક્તિ કરવાની ફરજ મનસ્વીપણે ભૂલાવીને તેવા પરાધીન મુનિની કચરાની જેમ ઉપેક્ષા કરવાનું શીખવાડનારું હૃદયદ્રાવક નિરૂપણ ગણાય. શાસ્ત્રોમાં ગ્લાનમુનિની લાનતા દૂર કરવાને તેવા સમયે જેઓના મુનિરાજે પણ શ્રાવકને સાવદ્ય ઉપાયમાં પ્રેરણું કરવાનું અને પ્રેરણા ન કરે તો પ્રાયશ્ચિત જણાવેલું હોવાથી સાવદ્યવ્યાપારમાં બેઠેલા શ્રાવકની તે તેવા કટેકટીના સમયે ગ્લાનમુનિની સાવદ્યભક્તિ પણ કરવાની પરમ ફરજ ગણાય છે. ભાવનાભેર તેવી ફરજ બજાવનાર શ્રાવકને શાસ્ત્રમાં “અલપબંધ અને બહુનિર્જરા જણાવેલ છે.
શ્રી હારિભદ્દીય અષ્ટક) પૃ૦ ૧૩ ઉપર પાઠ છે કે"धर्मार्था सावधप्रवृत्तिर्निषिद्धा तत्सत्यम् , केवलं स निषेधः सर्व. विरत्यपेक्षया तदधिकारेऽस्य (धर्मार्थ यस्य वित्तेहा० श्लोकस्य ) अधीतत्वात्, गृहस्थापेक्षया तु सायद्यप्रवृत्तिविशेषोऽनुज्ञात एव । यदाह-दव्वत्थए कूवदिटुंतो त्ति (धर्मार्थ) वाणिज्यादिसावद्यप्रवत्तिरपि कस्यचिन्न दुष्टाविषय विशेषपक्षपातरूपत्वेन पापक्षयगुणबीનામતુતિ-અર્થ-ધર્મને માટે સાવદ્યપ્રવૃત્તિ કરવી નહિ, એમ કહેવું છે તે ઠીક છે; પરંતુ સાવઘપ્રવૃત્તિને તે નિષેધ, માત્ર સર્વવિરતિ-સાધુની અપેક્ષાએ છે. કારણ કે- “ધર્મ માટે ધનની ઈચ્છા કરતાં અનિચ્છા સારી છે. એ લેક સાધુના અધિકારમાં છે. (ગૃહસ્થના અધિકારમાં નથી.) ગૃહસ્થની અપેક્ષાએ તો (ધર્મને માટે) સાઘપ્રવૃત્તિ વિશેષ અનુજ્ઞાત જ છે. શાસ્ત્રમાં દ્રવ્યસ્તવસંબંધમાં કૂવાનું દષ્ટાંત છે. એટલે કે-કૂ દતાં પરિશ્રમ પડે, રજોગુંડિત શરીર થાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com