Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
કરેલ હોવાથી સચિત્તના સંઘટ્ટાવાળા સમજવા. એકાસણુમાં તેવું કઠોળ વપરાય નહિ, તેમજ સાધુઓને વહરાવી શકાય નહિ. પણ કેરડુ કાઢીને બીજું કઠોળ વાપરી શકાય. એ પ્રમાણે જણાવેલ છે તે શાસ્ત્રો અને જેની આચરણાને છેહ આપીને અનેક અનર્થ પેદા કરનારૂં ગંભીર ઉસૂત્ર છે. સુધારા નં. ૮માં જણાવ્યા મુજબ કેરડુ મગને શાસ્ત્રમાં અચિત્તજ કહેલ હોવા છતાં અનેક પ્રચારદ્વારા પોતાને અગાધજ્ઞાની લેખાવનારા આપણું આ આચાર્યશ્રી આવા સામાન્ય શાત્રીયજ્ઞાનથી પણ પર જણાય તે દુઃખદ છે. આચાર્યશ્રીએ, કોરડુને મનસ્વીપણે સચિત્ત કહ્યા બાદ તે કેરડુ કાઢીને બીજું કઠોળ વાપરી શકાય” એમ કહ્યું તે પણ મનસ્વી છે. સચિત્તના સંઘટ્ટાવાળી ચીજ, સચિત્તને દૂર કર્યા પછી પણ બે ઘડી બાદ જ વાપરી શકાય.
(૧ર૧) ક્રયાણ વર્ષ ૧૪ અંક ૩ પૃ. ૧૭ ક. ૨ સેવંતીલાલ વૃજલાલના–“વીસ કે ચાલીસ લેગસ્સના કાઉસ્સગ્ન વખતે આંખ એટલો લાંબા સમય સુધી ખુલ્લી રહી. શકે ખરી? બંધ થઈ જાય તો કાઉસ્સગ ભાંગે? આંખે કુદરતી બંધ થાય છે તે તેને આગાર કેમ રાખે નથી? આંખે બંધ રાખીને કાઉસ્સગ કરે તે કાંઈ વાંધે ખરે?” એ પ્રશ્નનું શાસ્ત્રીય સમાધાન એ જ હતુ કે કાઉસ્સગમાં મનને સ્થિર રાખવાના પરમ આલંબનરૂપ શ્રી સ્થાપનાચાર્યજી સામે દૃષ્ટિ સ્થાપવાની છે અને ત્યાં દષ્ટિસ્થિર રહે એ સારૂ તે દષ્ટિને ત્યાં જ હોવાનું મનમાં ધારીને નાસિકાના અગ્રભાગ ઉપર રાખવાની છે. એ રીતે ખુલ્લી દષ્ટિએ કાઉ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com