Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૬૩
મુનિશ્રી હિરણ્યપ્રવિજયજીના-“પરમાધામી મરીને કયાં પેદા થાય? એ પ્રશ્નના આપેલા “પરમાધામી મરીને અંડકેશીયા મચ્છ તરીકે પેદા થાય છે. આ સમાધાનમાં આચાર્યશ્રીએ જે “અંડકોશીયા’ શબ્દ વાપરેલ છે, તે શાસ્ત્રવિરુદ્ધ અને અર્થશન્ય છે. શાસ્ત્રીયશબ્દ, “અંડકેશીયા” એવો નિરર્થક નથી; પરંતુ “અંડગેલિક તરીકે સાર્થક છે. આ સંબંધમાં શ્રી દ્રવ્યલેક પ્રકાશના આઠમા સર્ગમાં 'परमाधार्मिकास्ते च, सचितानन्तपातकाः। मृत्वाऽण्डगोलिकतયોજોડત્યન્ત દુઃવિતા: ” એ શ્લેક જણાવે છે કે-“અનંત પાપના સંચયવાળા-અત્યંત દુઃખી એવા એ પરમાધાર્મિક મરીને અંડલિકપણે ઉત્પન્ન થાય છે.”
(૧૦૧) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ૦ ૮૩ કે. ૨ તે જ પ્રશ્નકારના–“નારકીના જીવોને પરમાધામી જે દુઃખ આપે છે તે તેમને પણ દુઃખ ભેગવવું પડતું હશે ખરું? એ પ્રશ્નના આપેલા-અંડકેશીયા મચ્છ મરીને નરકમાં જાય અને ત્યાં તેવું અથવા તેથી અધિક દુઃખ ભેગવવું પડે છે. એ સમાધાનમાં પણ તેઓશ્રીએ, શાસ્ત્રીય શબ્દ “અંડલિકને બદલે “અંડકોશીયા” શબ્દ જ વાપરેલ હોવાથી તેઓશ્રીના સામાધાનપ્રદાનમાં શાસ્ત્રની પ્રાધાન્યતાને બદલે સ્વમતિની જ પ્રાધાન્યતા માનવી રહે છે. અન્યથા પ્રસ્તુત આખું સમાધાન પણ સૂરિજીએ, અર્થપત્તિથી તે તે પરમાધામીએ મરીને પામતા અંડલિકના ભાવમાં તે કાંઈ જ દુઃખ પામતા નથી. એ પ્રકારે જ નીપજતા અર્થવાળું શાસ્ત્રવિરુદ્ધ આપેલ છે તે સંભવે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com