Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
કાઉસગ્ગ ન કીધે” એમ આવે છે, જ્યારે દેવસિક આદિ પ્રતિક્રમણમાં ચાર લેગસ્સનો કાઉસગ્ગ કરાય છે તેનું શું કારણ?” એ શંકાનું જે- “૨૦ લોગસ્સનો કાઉસગ્ગ ઉત્કૃષ્ટ, ૧૦ લેગસ્સને કાઉસગ્ગ મધ્યમ અને ૪ લેગસ્સને કાઉસગ્ગ જઘન્ય સમજવો, તે રહી ન જાય માટે પ્રતિકમણમાં કરવામાં આવે છે એમ સંભવે છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે બાળજને પ્રચલિત આચરણાઓમાં પણ શંકા કરાવનારૂં તરંગી છે.
“પ્રશ્નકારે પખી પ્રતિકમણના અતિચારમાં આવતી તે ૧૦-૨૦ ઑગસ્સનો કાઉસગ્નની વાતને આશ્રયીને પ્રશ્ન કરેલ છે અને પખી પ્રતિક્રમણમાં આવતો કાઉસગ્ગ ૨૦ને નહિ પણ ૧૨ લોગસ્સનો હોય છે. આ વાત આચાર્યશ્રી જાણતા હોવા છતાં તેઓ આ સમાધાનમાં અતિચારમાંની તે વાતમાંના તે ૧૦-૨૦ લોગસ્સના કાઉસગ્ગને પખી પ્રતિક્રમણમાં આવતા તે ૧૨ લોગસ્સના સ્થાને ૧૦ લેગસ્સ ગોઠવે છે અને સંવત્સરીના ૪૦ લોગસ્સ અને એક નવકારના કાઉસગ્ગની ઉત્કૃષ્ટતાને ઉડાવી દઈને તેના સ્થાને ૨૦ લેગસ્સનો કાઉસગ્ગને ગોઠવી દઈ તેને ઉત્કૃષ્ટ ગણવે છે તથા દિવસના પ્રતિક્રમણમાંના આવશ્યક તરીકેના ૪ લેગસ્સના કાઉસગને અતિચાર નિમિત્તના કાઉસગ્ગ તરીકે લેખાવે છે, તે “શ્રાવકે આવશ્યક સિવાયના કેઈ પણ નિવૃત્તિકાળમાં કર્મક્ષય માટે ૧૦-૨૦-૩૦-૪૦ આદિ પૂરા લેગસ્સને કાઉસગ્ન કરે જરૂરી છે, અને તે ભૂલે તે અતિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com