Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૦૩
અને ભાવના” તથા “ચેથાથી માંડી ચૌદ સુધીનાં” ગુણસ્થાનકે છે તે (આત્માને ત્યાંને ત્યાં જ રહેવાનું નહિ, પરંતુ નિત્ય ચડતા પરિણામે આગળ વધવાનું હોવાથી) શિવમહેલે નથી; પરંતુ શિવમહેલે પહોંચવાની સીડીનાં પગથી છે. આથી આચાર્યશ્રીએ તે અસત્યના બચાવ સારૂ અહિં તે પગથીને શિવમહેલ લેખાવવા સુધી બુદ્ધિ દેડાવેલ છે તે અસત્યવાતની કારમી પક્કડનું જ પ્રતીક છે. પૂર્વાચાર્યોએ સ્તવનાદિમાં તેવા કલ્યાણરૂપ કપિત મહેલને શિવમહેલે કહેલ નથી; પરંતુ મેક્ષને જ શિવમહેલ જણાવેલ છે એમ જાણવા છતાં તે “શિવમહેલ શબ્દને પિતાની ભૂલ નહિ કબૂલવા ખાતર આ રીતે ચેનકેન પ્રકારેણ “શિવમહેલે ” તરીકે ઓળખવવા મથવું તે જ્ઞાનીના જ્ઞાન કરતાં નિજના માનની કિંમત ઘણું વધારે મનાવવા જેવું અજ્ઞાન ગણાય. • સ્તવનાંના તે “શિવ” શબ્દને “કલ્યાણ” અર્થ પણ આચાર્યશ્રીએ, તે પ્રશ્નકારે જ્યારે આ ભૂલ બતાવી ત્યારે જ કલ્પી કાઢેલ છે, અને તેમ કરવા જતાં તે કલ્પનાને બંધ બેસતી કરવા સારૂ સ્તવનની તે પંકિતમાંના “જાઈ? શબ્દને પણ તેઓશ્રીએ “જઈ” તરીકે ફેરવી નાખેલ છે! જે શેચનીય છે. આચાર્યશ્રીએ પોતાનાં સ્તવનની તે કડીમાં મૂળ તો “જેઈ” શબ્દ વાપરેલ છે, અને તે તેઓશ્રીના સ્તિવનોની જે બૂકે પ્રથમ પ્રસિદ્ધ થએલ છે તેમાં વિદ્યમાન છે. તે બૂકમાં “તારા કર્મને હટાવ જોઈ શિવમહેલમાં” એ પ્રમાણે જ મૂળ પંકિત છે. તે પંકિતમાંના તે “જેઈ” શબ્દને બીજી આવૃત્તિમાં “જાઈ” શબ્દ કર્યો અને તે પછીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com