Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૦૧
તે કડી દ્વારા અશુદ્ધ ચિત્તમાં પણ પાર્શ્વનાથ પ્રભુને વસાવવાનું કહ્યું હોવાની આપત્તિ ઉભી થાય છે ! જે તેઓને પણ ઈષ્ટ નથી
પિતાની ભૂલના બચાવમાં પર્યાયાર્થિકનયને એ રીતે દુરુપયેગ કર્યા બાદ તે દુરુપયોગને પણ સપ્રમાણ લેખાવવા સારું તેઓશ્રીએ, એક જ ચિત્ત માનનાર ચાર ધ્યાન નહિ માની શકે.” એ પ્રકારને ફૂટ હેતુ આપેલ છે, તે તે અત્યંત શોચનીય છે. કારણકે-તે ચાર ધ્યાનમાંના કેઈ પણ એક ધ્યાન વખતે ચાર ચિત્ત હતાં નથી, પરંતુ એક જ ચિત્ત હોય છે. પ્રભુની સ્તવના વખતે એક શુદ્ધ ચિત્ત જ રાખવાનું છે તેઓશ્રીએ પણ તે કડીમાં કહેલ છે. એકને બદલે અનેક ચિત્ત રાખનારને તે શ્રી વીરવિ૦ મ૦, શ્રી મહાવીરપ્રભુના સ્તવનમાંની-એક ચિત્ત નહિ એકની આશ, પગ પગ તે દુનીઆના દાસ” એ ગાથા દ્વારા દુનીઆના દાસ તરીકે ઓળખાવે છે.
તે કૂટ હેતુ આપ્યા પછી પણ પ્રભુસ્તવનામાં અનેક ચિત્ત રાખવાનું જણાવનારા પિતાના તે હઠાગ્રહજન્ય ફૂટ અર્થને યેનકેન સાચે લેખાવવા સારૂ આ આચાર્યશ્રીએ તે સામાધાનમાં આગળ જતાં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દેષ્ટાંત આપીને તેમનામાં જુદા જુદા પ્રસંગને લીધે બનેલી
નારક, અનુત્તરદેવ અને કેવલદુંદુભિ વગેરે બનાવે પણ એકસરખા ચિત્તમાં ન બની શકે.” એમ જણાવ્યું છે, તેથી તે તેઓશ્રી પોતે પ્રભુની સ્તવનાની આ કડીમાં જે શુદ્ધ ચિત્ત રાખવાનું કહ્યું છે તેને અર્થ,–“પ્રભુની સ્તવના કરતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com