Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
પદાર્થો કર્મબંધના હેતુ છે એ પ્રકારે થતા ઉપલક અર્થમાંજ અટવાઈ જવું પડે, આમ ન બને એ સારૂ ટીકાકાર મહર્ષિએ આ સૂત્રને પરમાર્થ જણાવેલ છે કે–“મિથ્યાત્વ અવિરતિ, કષાય અને વેગ વડે જે પદાર્થો, સંસારી આત્માઓને આશ્રવ માટે છે તે જ પદાર્થો, સમ્યકત્વ વિરતિ–અકષાય અને શુભ યોગ વડે મહામુનિને નિર્જરા માટે બને છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે
આશ્રવાદિ સ્થાને નિર્જરા કે પુણ્યની બુદ્ધિએ સેવવાથી નિર્જરા કે પુણ્ય રૂપે પરિણમવાનું શાસ્ત્રકારે કહેતા નથી; પરંતુ આશના હેતુમાં રહેલે આત્મા પણ જે સમ્યકત્વયુક્ત ચારિત્રને વિષે મન-વચન અને કાયાના શુભ યોગને અકષાયીભાવે નિશ્ચલ રાખે તે તે આત્માને આશ્રવના હેતુઓ-કર્મબંધના કારણે તેની અસારતાના સતત ચિત્વનને લીધે) નિર્જરાના હેતુઓ બની જાય છે.”
આ વસ્તુ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ સમજાય તેમ છે કે-“શાસ્ત્રકારે જણાવેલું આ “માસવાર ” સૂત્ર સર્વ– સામાન્ય નથી; પરંતુ વ્યક્તિવિશેષને અનુલક્ષીને છે. એટલે કેવિશેષથી તીર્થકર દેવ જેવા મહાપુરુષોને ગૃહસ્થીપણાથી, ગણધર દેવે આદિ પૂર્વધર મહર્ષીઓ આદિને છઠાથી અને સામાન્ય કરીને સાતમાથી બારમા ગુણસ્થાનક સુધીની અપ્રમત્ત દશામાં વત્તતા મુનિમહાત્માને અનુલક્ષીને તે સૂત્રની મુખ્યતા છે.” અને એમ સમજવાથી આ સૂત્રને જેએ-“આશ્રવના હેતુઓ છે તે નિર્જરાના હેતુઓ છે અને
જે નિજાના હેતુઓ છે તે આશ્રવના હેતુઓ છે એ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com