Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
(૬૪) કલ્યાણ વર્ષ ૧૧, અંક ૧૦, પૃ. ૬૦૭, કે. ૧ મહેન્દ્રકુમાર એસ. ઝવેરીની“જિનાલયમાં જિનમૂર્તિઓની પાસે ગુરુમૂર્તિ પધરાવવામાં આવે છે તે તે ગુરુમૂર્તિ એને અભુટિઆ પૂર્વક વંદન થઈ શકે ? દીક્ષાની ક્રિયા વખત વાંદણું દેતી વખતે તે પ્રભુજીને પડદે કરાવાય છે. આથી ગુરુમૂર્તિઓને જિનાલયમાં ઉપરોક્ત વિધિએ વંદન ન થાય તે બરાબર છે ને ” એ શંકાનું જે-“જિનમૂર્તિઓને વંદન કર્યા પછી ગુરુમૂર્તિઓને વંદન કરવામાં વધે નથી.” એમ સમાધાન જણાવ્યું છે તે અર્થપત્તિથી જિનમૂર્તિની જોડે જિનમૂર્તિની પડખે એકલાઈને ગુરુમૂર્તિને પણ પધરાવી શકાય, એવું વિધાન કરતું હોવાથી શાસ્ત્રવિરુદ્ધ તેમજ વ્યવહાર વિરુદ્ધ છે. ગુરુ, જિન જેવા ન થાય ત્યાં સુધી (ગુરુ-શિષ્યના દષ્ટાંતે) જિનની લાઈનમાં બેસી શકતા નથી.
તે સમાધાનમાંની પોતાની તે વાતની પુષ્ટિમાં તે વાત પછી આચાર્યશ્રીએ-“કારણ કે-દેવતત્ત્વ પછી ગુરુતત્ત્વ આવે છે.” એ પ્રમાણે કહેવાવડે જે સ્થાપના નિક્ષેપાની વાતમાં ભાવહેતુઓને આગળ કરીને તે તે ભાવહેતુઓને પ્રભુના સ્થાપના નિક્ષેપા તુલ્ય ગણવેલ છે તે અયુક્ત છે.
તે સમાધાનમાંની તે બીજી વાત પછી તે વાતની પુષ્ટિમાં આચાર્યશ્રીએ જે-“આથી જિન (ગુરુ)મૂર્તિઓને વંદન કરતાં પ્રભુની દૃષ્ટિ પડે તે પણ હરકત જેવું નથી. કેમકે-જિનેશ્વરદેએ દેવત્વ પછી બીજા નંબરે ગુરુતત્વ મૂકયું છે, આથી બીજા નંબરના તત્ત્વને વંદન કરવામાં વાંધે નથી.” એ પ્રમાણે વધુ હેતુઓ આપેલ છે તે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com