Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
નારાજ, તે ફળની પ્રાપ્તિ કેવી રીતે થાય ?” એ શંકાના સમાધાનમાં (આપણા આ આચાર્ય શ્રીલબ્ધિસૂરિજી મ.ની જેમ પાછળથી નવા તિથિમતમાં ઝકડાઈ જવા પામેલ) આ. શ્રી અમૃતસૂરિજીએ પણ–“જેમ જડ એવા ચિંતામણી ક૯પવૃક્ષાદિ પ્રસન્ન કે નારાજ થતા નથી . એ પ્રમાણે જણાવવા વડે સચેતન એવા કલ્પવૃક્ષને જડ કહેલ છે, તે વિપરીતમતિનું મૂર્તિમંત પ્રતીક છે. આવી મતિના યોગે સદંતર નિરાધાર નવા તિથિમતમાં દેરાઈ જવાનું બને તે સહજ ગણાય.
(૫૧) ક૯યાણ વર્ષ ૧૧. અંક ૧ પૃ. ૪ ક. ૨, દીપચંદ તેજપાળની-વીતરાગનું ધ્યાન છેલ્લી ઘડીએ ધરનાર કઈ ગતિને પામે ?' એ શંકાનું જે મનુષ્ય અથવા દેવગતિને પામે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે, તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. તે શંકાનું શાસ્ત્રીય સમાધાન એ છે કે–“તે આત્માએ અંતિમમાં તેવા ધ્યાનની પૂર્વે જે તિયચ-નારક કે મનુષ્યગતિનું આયુષ્ય ન બાંધ્યું હોય અને તેને તે ધ્યાનાવસરે જ આયુષ્યને બંધ પડયો હોય તે તે દેવગતિને પામે; પરંતુ મનુષ્યગતિને ન પામે” કારણકે –અબદ્ધાયુઃ સમકિતિને દેવગતિને જ બંધ હોય છે. મનુષ્ય મરીને મનુષ્ય તે થાય કે-જેણે સમકિત વમીને મિથ્યાત્વીપણુમાં પરભવનું આયુષ્ય બાંધ્યું હોય. - (૫૨) કલ્યાણ વર્ષ ૧૧-અંક ૧૫. ૪-કે. ર, તે જ પ્રશ્રકારની-“અરિહંત અને અહંન્તમાં ફેર ખરે?”
એ શંકાના સમાધાનમાં આચાર્યશ્રીએ જે-“ના.” જણાવેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com