Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૯
શાસ્ત્રાનુસારી સમાધાન તેઓશ્રીએ આ જ આપવું જોઈતું હતું કે “પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાની આજ્ઞા શાસ્ત્રોમાં છે જ, અને તે પુણ્ય મુકિતનું વિરોધી નહિ હોવાથી મુકિત પામવા માટે તે પુણ્યને ક્ષય કરવાનો કોઈ પ્રયાસ કરવાની જરૂર જ રહેતી નથી. જેમ કાષ્ઠનો નાશ કરીને અગ્નિ સ્વયં નાશ પામે છે તેમ તે પુણ્ય સ્વભાવે જ એવું છે કે પાપનો નાશ કરીને પોતાની મેળે જ નાશ પામે છે.”
પરંતુ સર્વ શાસ્ત્રમાન્ય સમાધાનને બદલે તેઓશ્રીએ. (“uarો રિ ૩ વાપરે, નg૩sgવામ’ એ સિદ્ધાતની ઉપેક્ષા કરીને અને કેવલ “ઈવર નેન અખ્તરતા મivisiા વધર્મક્ષયાનુરિમુમુક્ષો દરિયઃ” રૂ૫ ઓત્સર્ગિક એવી અપવાદશૂન્ય વાતને આગળ કરીને) જે-“જૈનશાસ્ત્ર પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાનું કહેતા નથી પણ પુણ્ય પાપને ક્ષય કરી મુકિત લેવાનું કહે છે,” એ પ્રમાણે સમાધાન આપ્યું છે, તે જૈન આગમપંચાગીથી વિરુદ્ધ છે અને જેનશાસનની શ્રી જિનપૂજા આદિ અનેક અવિચ્છિન્ન પ્રચલિત એવી પુણ્યાનુબંધી પુણ્ય પ્રણાલિકાને હેય લેખાવનારૂં મહા ઉસૂત્ર છે. - તેઓશ્રીએ સમજવું ઘટે કે -પુણ્ય અને પાપ બંનેને ક્ષય કરવાનું સામર્થ્ય પણ આત્માને પુણ્યાનુબંધી પુણ્યના યેગે જ પ્રાપ્ત થાય છે અને તેથી જૈનશાસ્ત્રો, પુણ્યાનુબંધી પ્રણયનાં ઉપાર્જનને તે ખાસ કર્તવ્યરૂપે જણાવે છે.” તેઓશ્રી આટલું સમજી લે તો આવી ઉસૂત્ર પ્રરૂપણાથી જરૂર બચી શકે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ., અષ્ટક ગ્રંથમાંના “પુણ્યાનુબંધી પુણ્યાદિવિવરણ” નામક ૨૪ મા અબ્દકના- પુણાનુવંધ્યત: પુર્વે ઉત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com