Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
૧૮
ધાન્ય વાપરવાથી અ૫હિંસા છે. કારણ કે-તે એકેન્દ્રિયનું શરીર છે. કેડલીવરઓઈલ અને લીવર એકસ્ટ્રેકટની દવા મહાહિંસાવાળી અને પંચેંદ્રિયના કલેવરવાળી છે.” એમ જણાવ્યું છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. કારણ કે- ફણગા ફુટેલું કઠોળ વાપરવામાં અનંતકાયની વિરાધનાનું તથા કૃત કારિત અને અનુદિતરૂપ હિંસાની વિવિધ પ્રવૃત્તિજન્ય પાપ છે, અને કેડલીવર આદિ વાપરે તેમાં વાપરનારને કૃત કારિત અને અનુમોદિત એ ત્રણેય પ્રકારની હિંસાની નિવૃત્તિ હોવાથી તે દવા, મહાહિંસા બનતી નથી; અભક્ષ્ય જરૂર છે.
આ બધ, સમાધાન આપતી વખતે આચાર્યશ્રીને હાત અને તે સાથે “તે પ્રકારે, કેડલીવર આદિને અચિત્ત લેખીને પ્રશ્ન કર્યો છે એ બીને પણ ધ્યાનમાં રાખી હેત તે માનવું થાય છે કે- તેઓશ્રીએ જ એકને અ૫હિંસાવાળું અને બીજાને મહાહિંસાવાળું કહેવામાં ખરેખર શાસ્ત્રવિરૂદ્ધતા દીઠી છે, અને તે સ્થાને તે સમાધાનને બદલે તેઓશ્રીએ “ફણગા ફુટેલું કઢેળ અનંતકાય તરીકે અભક્ષ્ય છે અને કેડલીવર અને લીવર એકસ્ટ્રેકટ એ બંને દવા પરંપરહિંસાવાળી તેમજ અચિત્ત હોવા છતાં મધની માફક તેમાં જીવન સદ્ભાવ હોવાને કારણે અભક્ષ્ય છે. માટે તેવું કઠેળ અને તેવી દવા એ બંને ત્યાજ્ય છે.” આ પ્રમાણે જ સમાધાન આપ્યું હોત. એકેન્દ્રિય કરતાં ત્રસની હિંસામાં વધારે પાપ હોવાનું તે શ્રાવકે સમજતા જ હોવાથી ત્રસની હિંસાના તે તેઓ ત્યાગવાળા જ હોય છે.
(૧૮)-કલ્યાણ વર્ષ ૭ -અંક ૮ પૃ. ૩૨૧ કે. ૨શા ફત્તેચંદભાઈએ પૂછેલા “પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે ? જે હોય તે પુણ્યને ક્ષય કરી મુક્તિએ જવાનો પ્રયાસ કયારે બને? ) એ પ્રશ્નનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com