Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
જ નહિ; પરંતુ ચારિત્રનેય ખેંચી લાવે છે, એમ પંચાશકગ્રંથનો તે પાઠ સ્પષ્ટ જણાવે છે; છતાં “તેવો નિયમ નથી' એમ કહી નાખ્યું છે, તે ભવભીરુતાનું લક્ષણ ન ગણાય.
પ-તે સમાધાનમાં તે વાક્ય પછીનું જે-“સમકિત વગરનું માર્ગાનુસારીપણું અનંતીવાર આવે તે પણ મુકિતને સિદ્ધ કરી આપતું નથી. એ પ્રમાણે કહેવાયું છે તે વાક્ય પણ કેટલું બધું નિરાધાર અને કપિત છે?” એ વાત, ઉપર જણાવેલ શ્રી પંચાશકની બે ગાથાના આધારથી જણાઈ આવે છે. માર્ગાનુસારીપણું તે સમકિત વગરનું જ હોય છે અને તે સમકિતને લાવનાર છે. પ્રભુ શ્રી મહાવીરદેવના ગણધરે થએલા શ્રી ઈંદ્રભૂતિ આદિ અગીઆર ભૂદેવોનું માર્ગાનુ સારીપણું તે જ ભવમાં મેક્ષ આપવા સમર્થ બન્યું છે. એમ જાણવા છતાં, શ્રી શય્યભવસૂરિ આદિનું માર્ગાનુસારીપણું તે જ ભવમાં ઉત્તમકોટિનું ચારિત્ર પ્રાપ્ત કરાવી આપનાર નીવડયું હોવા છતાં તેમજ વીતભયનગરાધિપતિ ઉદાયન નૃપતિ, પરમહંત કુમારપાલ મહારાજા વગેરેને તેમનું માર્ગાનુસારીપણું તે જ ભવમાં ચારિત્ર તેમજ દેશવિરતિ સમર્પનાર નીવડયું હોવા છતાં સમકિતવગરનું માર્ગાનુસારીપણું અને તીવાર આવે તે પણ મુકિતને સિદ્ધ કરી શકતું નથી એમ કહેવા વડે માર્ગાનુસારીગુણને અસાર લેખાવનાર આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મ. ને કયા પ્રકારના જ્ઞાની ઓળખવા? એ જ સમજાતું નથી. મહ૦ શ્રી યશોવિજયજી મ., બ્રિપિ' “ગ્રંથની ૧૪ મી “જપુનર્વધવા વિવશ' ના પ્રથમ લેકમાં સુ હુવા, વર્ધમાનપુરૂત:' કથનથી માર્ગનુસારીને શુકલપક્ષની બીજની જેમ નિત્ય વધતા ગુણવાળો જણાવે છે. આથી જ શાસ્ત્રકારોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com