Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[રાજકેટ–ચાતુર્માસ]
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧ બુધવાર
૦૦
- પ્રાર્થના શ્રી આદીશ્વર સ્વામી હે, પ્રણમ્ સિર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ, મે પર હેર કરીને હે; મેટી જે ચિંતા મન તણી, મારા કાટ પુરાકૃત પાપ.
-વિનયચંદ્રજી કુંભ, ચોવીશી.
t
શ્રી’ છે ૧
આ આદીશ્વર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આત્મા પરમાત્માની સાથે કેવી રીતે તલ્લીન થઈ જાય અને આત્મા તથા પરમાત્માનું એકીકરણ કેવી રીતે થાય એ વાત હૃદયપૂર્વક પ્રાર્થના કરનાર ભકતો જાણે છે. આપણે પણ એ વાતને લક્ષમાં રાખી અનન્યભાવે જે પરમાત્માની પ્રાર્થના કરીએ તે આ ભવમાં નહિ તે અન્ય ભવમાં પરમાત્માની સાથે આપણું અવશ્ય એકીકરણ થઈ જાય!
ભગવાન ઋષભદેવના ચરિત્રને સંપૂર્ણ રીતે કહેવાને તે કોઈ સમર્થ નથી, પણ મને આજે પાછલી રાત્રે ભગવાન ઋષભદેવ વિષે ધ્યાન ધરતાં જે વિચારો આવ્યાં તે વિચારે. તમારી આગળ મૂકું છું. મને એવો વિચાર આવ્યો કે, ઋષભદેવ ભગવાન સમુદ્ર સમાન છે અને જે નદીની સમાન છે. નદી જ્યાંસુધી સમુદ્રને મળતી નથી ત્યાંસુધી તેં તે આડી અવળી પણ ચાલે છે, અને અવાજ પણ કરે છે, પણ જ્યારે તે સમુદ્રને મળે છે ત્યારે તે શાન્ત થઈ જાય છે. આ જ પ્રમાણે જ્યાં સુધી જીવ ભગવાન ઋષભદેવને મળતું નથી ત્યાં સુધી તે ધીંગાણું કરે છે પણ જ્યારે ભગવાન ઋષભદેવને જીવ મળે છે ત્યારે તે ધીંગાણું છોડી દે છે અને શાન્ત બની જાય છે.
ભગવાન ઋષભદેવના ૯૮ પુત્રો જ્યાંસુધી ભગવાનથી જુદા રહ્યા ત્યાંસુધી તેઓમાં તોફાન રહ્યું, પણ જ્યારે તેઓ ભગવાનના શરણે આવ્યા ત્યારે તેમાં કોઈ પ્રકારનું તોફાન ન રહ્યું. તેમનું ચરિત્ર એમ કહે છે કે, જ્યાં સુધી જીવ સરાગ અથવા કષાયયુક્ત રહે છે, ત્યાં સુધી તેઓમાં તોફાન તે રહે છે, પણ તે તેફાનની ગતિ કઈ બાજુ છે તે જોવાની જરૂર રહે છે.” જે તે તેફાનની ગતિ ભગવાન ઋષભદેવ તરફ રહી છે તે તોફાન શાન્ત થઈ જશે પણ જે તેની ગતિ બીજી બાજુ રહી તે પછી તેફાન તેફાનરૂપે જ રહેશે. જે પ્રમાણે નદીના તેફાનની ગતિ જે સમુદ્ર તરફ રહી છે તે તે સમુદ્રમાં મળી જઈ શાન્ત થઈ જશે, પણ જે તે તોફાનની ગતિ સમુદ્ર તરફ ન રહી તે તે તેફાન શાન્ત થશે નહિ. તે જ પ્રમાણે આત્માના તેફાનની ગતિ પરમાત્મા તરફ રહી છે તે તેફાન પરમાત્માને મળ્યા બાદ શાન્ત થઈ જશે..