Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
જેમની બુદ્ધિ જેવી વિકસિત થએલી હોય છે તેવી તે પુસ્તકના વિષયને સમજી શકે છે. આ વાતને લક્ષ્યમાં રાખી પાઠ્યક્રમ પણ કક્ષા પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. સાતમ કલાસમાં અલતી પુસ્તકે પેલી ચોપડી ભણનારને વાંચવા આપવામાં આવે તે તેની સમજમાં તે આવશે નહિ, કારણકે તેની બુદ્ધિ એટલી બધી વિકસિત થએલી હોતી નથી. શાસ્ત્રના વિષયમાં પણ એવું જ છે. જેમને આત્મા જેટલે વિકસિત થએલો હોય છે તેટલો તે શાસ્ત્રના ભાવને સમજી શકે છે.
આખા ઉત્તરાધ્યયનસૂત્રનું વર્ણન કરવું અને તેનો ભાવ બતાવવો એ બહુ જ મુશ્કેલ છે, એટલે અહીં ઉત્તરાધ્યયનસૂત્રના વીસમા અધ્યયનનું વર્ણન કરવામાં આવે છે. આ વીસમું અધ્યયન આ યુગના લોકોને માટે નૌકાની સમાન છે. હદયમાં જે શંકાઓ ઉદ્દભવે છે, એ શંકાનું સમાધાન આ વસમા અધ્યયનમાંથી મળી આવે છે એવી મારી ધારણા છે. આ અધ્યયનનું વર્ણન મેં બીકાનેરમાં કર્યું હતું. પણ મારા શિષ્યોનો એવો આગ્રહ છે કે, એ અધ્યયનનું વર્ણન ફરીથી કરું એટલે અત્રે એને પુનઃ પ્રારંભ કરું છું.
ઓગણીશમા અધ્યયનમાં મૃગાપુત્રનું વર્ણન છે. તેમાં સાધુ-મહાત્માઓએ વૈદ્યોનું શરણ ન લેતાં પિતાના આત્માને જ સુધાર કરે જઈએ, એમ કહેવામાં આવ્યું છે. પિતાના આત્માને જ જાગ્રત રાખવો જોઈએ એ કથનને એવો અર્થ નથી કે, સ્થવિરકલ્પી સાધુઓએ વૈદ્યની સહાયતા ન લેવી. સ્થવિરકલ્પી સાધુઓ વિદ્યાની સહાયતા લે છે પણ એમ કરવું તે અપવાદમાર્ગ છે, એ ઉત્સર્ગમાર્ગ નથી. વૈદ્યની સહાયતા ન લેતાં પિતાના આત્માને જ જાગ્રત કરે, એ ઉત્સર્ગમાર્ગ છે. આ જ વાતને આ વીસમા અધ્યયનમાં વિસ્તારપૂર્વક બતાવવામાં આવેલ છે. આત્મામાં અનંત શક્તિસામર્થ્ય રહેલું છે. એ આત્મા અત્યારે ભલે ગમે તે સ્થિતિમાં હોય, ભૂતકાળમાં ભલે તે ગમે તેવી સ્થિતિમાં રહ્યું હોય અથવા ભવિષ્યમાં ભલે તે ગમે તેવી સ્થિતિમાંથી પસાર થાય પણ જે આત્મા આ સ્થિતિમાંથી અળગો થઈ જાય તે પોતાનામાં રહેલી અનંત શક્તિને તે સાક્ષાત્કાર કરી શકે અને પિતાનામાં પિતાના માટે બધું કરવાનું શક્તિસામર્થ્ય રહેલું છે તેનું પણ તેને ભાન થઈ શકે !
આ વીસમા અધ્યયનમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે, તેનો સાર માત્ર એટલો જ છે કે, “તમારા પૅકટર તમે પોતે બને.” આ પ્રમાણે પિતાના વૅક્ટર પિતે બનવાથી કોઈના શરણે જવાની જરૂર નહીં રહે. આત્માની શક્તિથી આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ ત્રણ પ્રકારનાં તાપ શમી જાય છે! પછી આત્માને માટે કોઈ પ્રકારને સંતાપ બાકી રહેતા નથી. સાધારણ રીતે સંસારમાં કોઈપણ આત્મા સંતાપને સહેવા ચાહત નથી. કોણ એવો હશે કે જે અશાન્તિને ચાહતો હોય! બધા જીવો સુખશાન્તિને ચાહે છે ! પણ વાસ્તવિક શાતિ મેળવવા માટે કેટલો બધે પ્રયત્ન કરવો પડે છે એ શાસ્ત્રની દષ્ટિએ જીએ; પછી તમારા પ્રયત્નમાં કેટલી ખામી છે એ તપાસ અને પ્રયત્ન કરવા છતાં પણ શાન્તિ કેમ મળતી નથી એનું બાધક કારણ છે અને એને દૂર કરવાનો પ્રયત્ન કરે !