Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ગયું. ભગવાન મહાવીરે ધર્મતીર્થની સ્થાપના કરતી વખતે સંસારના છકાય જીવોની ઘોર તકલીફોનો અનુભવ કરતા લોકોને એમની રક્ષાનો ઉપદેશ આપ્યો હતો.
આગમના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં પણ દ્રવ્યપૂજાના પ્રવર્તક શ્રમણોએ છકાય જીવ નિકાયનો ઘોર આરંભ-સમારંભપૂર્ણ કાર્ય સ્વયં તથા પોતાના ભક્તો દ્વારા કરવાનો પ્રારંભ કરી દીધો તથા શ્રમણાચાર અને ધર્મના સાચા સ્વરૂપમાં પણ આમૂલ પરિવર્તન કરી દીધું. આનાથી ધર્મના વાસ્તવિક સ્વરૂપથી લોકો શનૈઃ શનૈઃ અપરિચિત થવા લાગ્યા. વિશુદ્ધ શ્રમણાચાર શું છે ? એ બતાવવાવાળા શ્રમણોનો અભાવ થઈ ગયો. આનું પરિણામ એ થયું કે વિશુદ્ધ શ્રમણ પરંપરા એક અતીવ ગૌણ પરંપરા બનીને રહી ગઈ અને નવોદિત દ્રવ્ય પરંપરાઓ લોકપ્રિય બની ગઈ.
ધર્મના સ્વરૂપ અને શ્રમણાચારમાં પરિવર્તનની પાછળ કેવળ શિથિલાચાર જ એકમાત્ર કારણ ન હતું, એની પાછળ નિમ્નલિખિત કેટલાંક બીજાં કારણ પણ હતાં :
કાળપ્રભાવથી લોકોની કષ્ટ અને પરીષહ સહન કરવાની ક્ષમતાનો
ક્રમિક હાસ.
૨. ભસ્મગૃહનો પ્રભાવ.
૩. હુંડા અવસર્પિણીકાળનો પ્રભાવ. આ કાળમાં હીન મનોબળનાં શ્રમણ-શ્રમણી વિશુદ્ધ શ્રમણાચારનો પરિત્યાગ કરી અનેક પ્રકારના શિથિલાચારનું સેવન કરે છે.
૪. અન્ય ધર્મોના પ્રભાવથી પોતાના અનુયાયીઓને બચાવવાના ઉદ્દેશ્યથી બીજાઓની દેખાદેખી અનેક અશાસ્રીય વિધિ-વિધાનોનું ધાર્મિક કર્તવ્યોના રૂપમાં સ્વીકાર કરવો. બૌદ્ધો, શૈવો અને વૈષ્ણવોના પ્રાબલ્યકાળમાં જૈનોને પોતાના ધર્મમાં સ્થિર રાખવા માટે ઘણાં મોટાં વિશાળ સ્તર પર આ પ્રકારનાં ધાર્મિક આયોજનો કરવામાં આવતાં ઉલ્લેખ યત્ર-તંત્ર ઉપલબ્ધ છે. ધર્મને રાજ્યાશ્રય પ્રદાન કરાવવા માટે અનેક પ્રકારના એવા કાર્યકલાપોની અનિવાર્ય રૂપેણ સ્વીકૃતિની વ્યવહાર કુશળતા વગેરે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-3) 33 ૩૭૭ ૧૯
૫.