Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સૂક્ષ્મદર્શી દૃષ્ટિ બાળક સૂરપાલ પર પડી. તેમણે બાળક પાસે જઈ તેનું નામ-ઠામ, માતા-પિતા-કુળ વગેરે વિશે પૂછ્યું. બાળક સૂરપાલે ખૂબ જ વિનમ્ર સ્વરમાં પોતાનાં માતા-પિતા-ગામ અને પોતાનો સંપૂર્ણ પરિચય આચાર્યશ્રીને આપ્યો. આચાર્યશ્રીએ પ્રશ્ન કર્યો : “શું તમે અમારી પાસે રહી જશો?” બાળકે સ્વીકૃતિ આપતા તેને પોતાની સાથે લઈને આચાર્યશ્રી પોતાના ઉપાશ્રયમાં પાછા ફર્યા. પ્રાથમિક શિક્ષણની સાથે-સાથે તેમણે બાળક સૂરપાલને ધાર્મિક શિક્ષણ આપવાનો પણ પ્રારંભ કર્યો. આચાર્યશ્રીના મુખારવિંદથી એક વાર સાંભળવા માત્રથી તેને પૂરો પાઠ તરત જ કંઠસ્થ થઈ જતો હતો. એક દિવસ સૂરપાલને આચાર્યશ્રીએ અનુષ્પ છંદના ૧૦૦૦ શ્લોકનો લાંબો પાઠ આપ્યો. સૂરપાલે તે જ દિવસે એક હજાર શ્લોકોને કંઠસ્થ કરી જ્યારે આચાર્યશ્રીને અર્થ સહિત સંભળાવ્યા, તો સમગ્ર મુનિમંડળ આચાર્યશ્રી સહિત આશ્ચર્યચકિત થઈ અવાફ રહી ગયા.
બીજા દિવસે જ આચાર્ય સિદ્ધસેન પોતાના કેટલાક શિષ્યો અને તે બાળકને સાથે લઈને સૂરપાલની જન્મભૂમિ ડુબાઉઘી ગામની તરફ જવા માટે પ્રસ્થાન કર્યું અને થોડા દિવસમાં, ત્યાં પહોંચી ગયા. મુનિદર્શન માટે ગામવાસીઓની સાથે ક્ષત્રિય બપ્પ અને ક્ષત્રાણી ભટ્ટી પણ આચાર્યશ્રીની સેવામાં ઉપસ્થિત થઈ તેમને વંદન-નમન કર્યા.
આચાર્ય સિદ્ધસેને ક્ષત્રિય-દંપતીને કહ્યું : “તમે તમારો આ પુત્ર મને આપી દો. હું તેને અધ્યાત્મવિદ્યામાં પારંગત બનાવી દઈશ. તમારો આ બાળક ભવિષ્યમાં જિનશાસનનો મહાન ઉન્નાયક થશે અને તમારી કીતિને યુગ-યુગાન્તર સુધી ચિરસ્થાયી બનાવી દેશે.” - બપ્પ અને ભટ્ટીએ હાથ જોડીને અતિ વિનમ્ર સ્વરે નિવેદન કર્યું: “યોગેશ્વર ! આ અમારો એકમાત્ર પુત્ર જ અમારા કુળ તથા અમારી આશાઓનું કેન્દ્રબિંદુ અને અમારા જીવનનો આધાર છે. તેનો વિયોગ અમે કેવી રીતે સહન કરી શકીશું?” - આચાર્ય સિદ્ધસેને તે બંને જણાંને ધર્મનો ઉપદેશ આપીને માનવભવનું મહત્ત્વ સમજાવ્યું. સૂરપાલે પણ શ્રમણદીક્ષા ગ્રહણ કરવાનો પોતાનો દઢ નિશ્ચય જાહેર કર્યો. પોતાના પુત્રનો દઢ નિર્ણય સાંભળી ક્ષત્રિય-દંપતીએ કહ્યું: “ભગવન્! અમારો પુત્ર સૂરપાલ પણ શ્રમણદીક્ષા ૧૫ર 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)