Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ઉપસંહાર પ્રભાવક ચરિત્ર'ના રચનાકાર આચાર્ય પ્રભાચંદ્ર (વિ. સં. ૧૩૩૪)થી લઈને વર્તમાન સમય સુધીના લગભગ બધા જૈન ઇતિહાસના વિદ્વાન લેખકોએ આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી જૈનઇતિહાસને અંધકારપૂર્ણ બતાવ્યો છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ” નામના પ્રસ્તુત ગ્રંથમાળાના દ્વિતીય ભાગમાં આર્ય સુધર્મા સ્વામીથી લઈને આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગારોહણ કાળ સુધીના ૧૦૦૦ વર્ષના જૈન-ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. તેના પછી આગળના ઇતિહાસના આલેખન માટે સામગ્રી એકત્ર કરવાના શરૂઆતના પ્રયત્નોમાં ક્રમબદ્ધ આવશ્યક ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ ન થઈ શકવાના કારણે અમારું પણ અનુમાન હતું કે આ ગ્રંથમાળાના ત્રીજા ભાગમાં વી. નિ. સં. ૨૦૦૦ સુધીના જૈન-ઇતિહાસનું આલેખન પૂરું કરી શકાશે, પરંતુ દક્ષિણના અનેક ગ્રંથાગારો, ખાસ કરીને મદ્રાસ (હવે નામ ચેન્નેઈ), ધારવાડ, મૂડબિદ્રી ને મૈસૂરના સુવિશાળ ગ્રંથાગારોમાં શોધકાર્ય આરંભ કરવાના પરિણામ સ્વરૂપ અમને જૈન-ઇતિહાસની એટલી બધી વિપુલ સામગ્રી ઉપલબ્ધ થઈ ગઈ છે કે જૈન ઇતિહાસના તૃતીય ભાગમાં અમે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી કાળનાં પૂરાં ૫૦૦ વર્ષનો ઇતિહાસ પણ નહોતા આપી શક્યા, છતાં આ ગ્રંથે ખૂબ મોટો આકાર લઈ લીધો. આ કારણે લોકાશાહ સુધીનો જૈન-ઇતિહાસ ત્રીજા ભાગમાં સમાવી લેવાનો અમારો પૂર્વ સંકલ્પ હોવા છતાં પણ અમને ત્રીજા ભાગના આલેખનને અહીં સમાપ્ત કરવું પડ્યું. એનાથી આગળનો વી. નિ. સં. ૧૪૭૫ થી ૨૦૦૦ સુધીનો જૈન ઇતિહાસ આ ગ્રંથમાળાના ચતુર્થ ભાગમાં સમાવવામાં આવ્યો છે.
આ ઇતિહાસના આલેખનનો મુખ્ય હેતુ જૈન ધર્મના મૂળ આગમાનુસારી આધ્યાત્મિક રૂપને ઉજાગર કરવાનો રહ્યો છે. આને ઉજાગર કરતી વેળાએ ઇતિહાસ ગ્રંથમાળાના બધા ભાગોમાં અમે એ ધ્યાન બરાબર રાખ્યું છે કે - “કોઈ પણ જૈન બંધુ, જૈનાચાર્ય અથવા કોઈ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 369696969696969696969694 ૨૬૯ ]