Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 282
________________ કરી અને પોતાના પુત્ર શિખરમલને મદ્રાસ મોકલી દીધા. થોડા સમય પછી તેઓ પણ મદ્રાસ પહોંચી ગયા. મદ્રાસમાં એ વખતે એ. જી. જૈન હાઈસ્કૂલ હતી. પારસમલજી શિખરમલને એ શાળામાં છઠ્ઠા ધોરણમાં દાખલ કરવા ઈચ્છતા હતા, પણ શિખરમલને “અયોગ્ય” ઠેરવતા પ્રિન્સિપાલે સ્કૂલમાં દાખલ કરવાની ના પાડી. પારસમલજી ઇચ્છતા હતા કે પુત્રનું એક પણ વર્ષ વ્યર્થ ન જાય, અને તેને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળે. એમણે પુત્રને ટ્યૂશન કરાવ્યાં. સવારે ચાર વાગ્યે શિખરમલને ઉઠાડી દેતા અને ભણવાનું કહેતા. દિવસમાં વારાફરતી શિક્ષકો ટ્યૂશન ભણાવવા આવતા. પિતાનો સંકલ્પ અને શ્રમનું ફળ મળ્યું. દીકરો પ્રિ-ટેસ્ટમાં પાસ થઈ ગયો અને એને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળ્યો. આ રીતે અગિયાર ધોરણ સુધી શિખરમલ ત્યાં જ ભણ્યો. સ્કૂલ બાદ એ. એમ. જેને કૉલેજ મદ્રાસમાં બી.કૉમ માટે પ્રવેશ મેળવ્યો. બી.કૉમનો અભ્યાસ કરતાં કરતાં શિખરમલને ભણતરનું મહત્ત્વ સમજાયું અને તેઓ જાતે નિષ્ઠાપૂર્વક ખૂબ ભણવા લાગ્યા. એમની મહેનત રંગ લાવી અને સારા ગુણથી એમણે સ્નાતકની પરીક્ષા પસાર કરી. ત્યાર બાદ ૧૯૭૧માં મદ્રાસ લો કોલેજથી સારા ગુણાંક પ્રાપ્ત કરી એલએલ.બી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી, વકીલાત શરૂ કરી. આજે લગભગ ૪૦ વર્ષથી વકીલાત કરતા ચેન્નઈસ્થિત એમની લો-ફર્મ' સુરાણા એન્ડ સુરાણા ઇન્ટરનેશનલ એટર્નીઝની ભારતની દસ સર્વશ્રેષ્ઠ લાં-ફર્મમાં ગણના થાય છે. ૧૯૭૧માં મદ્રાસના રાજસ્થાની સમુદાયમાં ભણેલા-ગણેલા છોકરા ઓછા હતા. મોટા ભાગના છોકરા વ્યવસાયમાં લાગી જતા હતા; પણ પારસમલજીએ પોતાના પુત્રને જ્ઞાનાર્જન કરાવી ધનાર્જન માટે યોગ્ય બનાવ્યો.પુત્ર માટે જીવનસંગિની પસંદગી માટે પારસમલજીને સારું ખાનદાન અને સંસ્કારી કન્યાની અપેક્ષા હતી. ૧૯૭૩માં શિખરમલજીનાં લગ્ન ખાનદાન કુટુંબની ભણેલી કન્યા લીલાવતી સાથે થયાં. પિતાની દૂરદૃષ્ટિ, શ્રમ અને ગુરુકૃપાના ફળ સ્વરૂપે શિખરમલજી આજે સફળતાના શિખરે છે. પુત્રના જીવનનિર્માણ માટે પારસમલજીએ એક તરફ ગૃહસ્થજીવનના સઘળાં સુખોનો ત્યાગ કર્યો એમ મુનિજીવન પણ અપનાવ્યું નહિ. અગણિત મુશ્કેલીઓ છતાં પારસમલજીએ એક આદર્શ પિતાની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ? (ભાગ-૩) 96969696969696969696969 ૨૦૩ |

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290