Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પોતાના સૈન્યબળને સુદૃઢ કર્યા બાદ મૂળરાજે એક વિશાળ અને શક્તિશાળી સેનાની સાથે સૌરાષ્ટ્રના રાજા ગ્રાહઋપુ (ગ્રાહારિ) પર આક્રમણ કરવા માટે વિજયા દશમીના દિવસે અણહિલપુર-પાટણથી પ્રસ્થાન કર્યું. જયા૨ે તે જંબુમાલી વનમાં પહોંચ્યો, તે સમયે ગ્રાહઋપુએ મૂળરાજ પાસે પોતાનો દૂત મોકલીને નિવેદન કર્યું કે - તેમના બંનેની વચ્ચે કોઈ પ્રકારની દુશ્મની નથી. માટે મૂળરાજ પોતાની સેના સાથે પોતાની રાજધાનીએ પાછો ફરી જાય.' મૂળરાજે ગ્રાહઋપુને તેના દૂતની સાથે એમ સંદેશો મોકલાવ્યો કે - ‘ગ્રાહઋપુ ખૂબ જ દુરાચારી, દુષ્ટ અને પરસ્ત્રીગામી છે. તે તીર્થયાત્રીઓને લૂંટે છે અને પવિત્ર ઉજ્જયંત પર્વત પર ચમરી ગાય વગેરે નિર્દોષ પશુઓને મારે છે. તેણે પ્રભાસ જેવા પવિત્ર તીર્થસ્થાનને નષ્ટ-ભ્રષ્ટ કર્યું છે. આ પ્રમાણેના તેનાં ખોટાં કામોના કારણે તેને ક્યારેય માફ કરી શકાય નહિ.''
પોતાના સંધિ-પ્રસ્તાવને મૂળરાજ દ્વારા ઠુકરાવી દેવાથી ગ્રાહઋપુએ યુદ્ધ માટે તૈયારીઓ શરૂ કરી દીધી. મૂળરાજે તેના પર આક્રમણ કર્યું. બંને પક્ષે અનેક રાજાઓએ યુદ્ધમાં ભાગ લીધો. અતિ ભયંકર અને લાંબા યુદ્ધમાં ગ્રાહઋપુ અને તેના પક્ષધરોની સેનાઓનો ભારે સંહાર થયો. બચેલી સેના છિન્ન-ભિન્ન થઈ રણભૂમિથી પલાયન કરવા લાગી. મૂળરાજે ગ્રાહઋપુને ઘાયલ કરીને બંદી બનાવી દીધો. મૂળરાજનો આખરે વિજય થયો. અને તેણે સમગ્ર સૌરાષ્ટ્ર મંડળ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું.
કચ્છ પ્રદેશના રાજા લક્ષે, જે પોતાના સમયનો ખૂબ શક્તિશાળી રાજા અને ગ્રાહ્યઋપુનો ખાસ મિત્ર હતો, મૂળરાજને કહ્યું કે - “તે ગ્રાહઋપુને પોતાના કેદખાનામાંથી મુક્ત કરી દે.’’ પરંતુ મૂળરાજે એમ કહીને તેનો પ્રસ્તાવ ફગાવી દીધો કે - ‘ગ્રાહઋપુ દુરાચારી, દુષ્ટ અને અત્યાચારી હોવાથી સાથે-સાથે ગૌમાંસભક્ષક છે, માટે તેને કોઈ પણ હાલતમાં માફ કરી શકાય નહિ.’
મૂળરાજ દ્વારા પોતાનો પ્રસ્તાવ ફગાવી દેવાતા કચ્છનરેશ લશે, મૂળરાજ સાથે યુદ્ધની ઘોષણા કરી દીધી. બંને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આખરે મૂળરાજે કુસ્તીના એક જોરદાર પ્રહારથી લક્ષને નિષ્પ્રાણ કરી ભોંયભેગો કરી દીધો. આથી લક્ષની માતાએ મૂળરાજને શ્રાપ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૬૩૬
૩૩ ૨૬૦