Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 275
________________ મૂળરાજને જાણ થઈ કે - “વિગ્રહરાજ શાકંભરી પાછો નહિ ફરે તો તેણે, ૪000 સૈનિકોને આદેશ આપ્યો કે - “તેઓ રાત્રિના સમયમાં ગુપ્તરૂપે વિગ્રહરાજની સૈન્ય છાવણીની ચારે બાજુ થોડા અંતરે સતર્ક રહે.” પોતાના ચુનંદા સૈનિકોને આ પ્રમાણે આદેશ આપીને મૂળરાજ, એક સો કોસ પલ્લાની અર્થાત્ વગર વિશ્રામ કર્યો દોડતા-દોડતા સો કોસની દૂરી પાર કરીને પોતાના લક્ષ્યવાળા સ્થળે પહોંચી જવાની અદ્ભુત ક્ષમતા ધરાવતી સાંઢણી (ઊંટડી) પર સવાર થઈને તે પોતે એકલો જ શત્રુની સૈનિક છાવણીમાં દાખલ થઈને વિગ્રહરાજની પાસે જઈ ચડ્યો. તેણે વિગ્રહરાજને કહ્યું: “હું મૂળરાજ છું, તમને એ કહેવા આવ્યો છું કે જ્યાં સુધી હું લાટના રાજાને હરાવી ન દઉં, ત્યાં સુધી તો મારા રાજ્યની રાજધાની તરફ આંખ પણ ન ઉઠાવતા. આ વાત તમને સ્વીકાર હોય તો ઠીક છે, નહિ તો મારી સેના તમારી છાવણીને ચારે બાજુથી ઘેરો નાખીને મારા ઇશારાની રાહ જોઈને ઊભી છે.” વિગ્રહરાજે આશ્ચર્યભર્યા સ્વરમાં કહ્યું: “તમે મૂળરાજ છો? હું તમારા અદ્ભુત સાહસ અને અલૌકિક શૌર્ય પર મુગ્ધ છું. તમે એક રાજ્યના માલિક થઈને પણ એક સામાન્ય સૈનિકની જેમ શત્રની સૈનિક છાવણીમાં પ્રવિષ્ટ થઈ ગયા છો. તમારી આ શૂરવીરતાએ મને એવો પ્રભાવિત કર્યો છે કે – “હું જીવનભર તમારા જેવા શૂરવીરની સાથે મિત્રતા રાખવાનો ઇચ્છુક થઈ ગયો છું. આવો ! આપણે બંને સાથે બેસીને ભોજન કરીએ.” મૂળરાજે ભોજનના નિમંત્રણનો અસ્વીકાર કરતાં કહ્યું - “મારે આ જ સમયે લાટની સેનાઓ ઉપર આક્રમણ કરવાનું છે.” તે તરત જ પોતાની સાંઢણી પર સવાર થઈ ગયો. પોતાની સેના સાથે લાટરાજ બરપાની સૈનિક છાવણી તરફ પવનવેગે આગળ વધતાં મૂળરાજે તેની ઉપર ભયંકર આક્રમણ કરી દીધું. શત્રુસેનાનો સંહાર કરતા-કરતા મૂળરાજ બરપાની તરફ આગળ વધ્યો અને ભાલાના એક જોરદાર પ્રહારથી બરપાનો પ્રાણાંત કરી તેને ધરાશાયી કરી દીધો, લાટ રાજયની સેનાને હરાવીને તેના દશ હજાર ઘોડા અને ગજસેનાને લઈને મૂળરાજ પાટણની તરફ રવાના થયો. મૂળરાજના આ વિજયના સમાચાર સાંભળતાં જ વિગ્રહરાજ પોતાની સેના સાથે પોતાના શાકંભરી રાજ્ય તરફ પાછો ફરી ગયો. ૨૬૬ 3026333333333) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290