Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એક વાર આમરાજ બપ્પભટ્ટી પાસે બેસીને કાવ્ય-વિનોદનું રસાસ્વાદન કરી રહ્યો હતો. તેણે પોતાના અંતઃપુરના કોઈ રહસ્યમય દેશ્ય પર ગથાર્દનું નિર્માણ કર્યું અને પછી સમસ્યા નિવારણ હેતુ બપ્પભટ્ટી સમક્ષ રજૂઆત કરી. બપ્પભટ્ટીએ તરત જ યથાતથ્ય રૂપે સમસ્યાનું નિવારણ કરી દીધું. તે નિતાંત ગૂઢ ભેદનું રહસ્ય આ રીતે પ્રગટ થઈ જવાથી આમરાજ મર્માહત, સ્તબ્ધ અને શંકાગ્રસ્ત થઈ ગયો. આ જોઈ બપ્પભટ્ટી તત્કાળ ત્યાંથી ઊભા થઈ ગયા અને પોતાના વિશ્વામસ્થળે પાછા ફર્યા અને તેમણે પોતાના બધા સાધુઓને તાત્કાલિક ત્યાંથી વિહાર કરવાનો આદેશ આપ્યો. જતી વખતે દરવાજા ઉપર બપ્પભટ્ટીએ એક શ્લોક લખી દીધો. જેનો ભાવાર્થ આ મુજબ થાય છે. - ‘અમે તો જઈ રહ્યા છીએ. તમારું કલ્યાણ થાઓ. અમે ક્યાં રહીશું ? કેવી રીતે રહીશું, આવા વિચાર મનમાં લાવતા નહિ, શૃંગારરસિક બધા જ મુગટધારી રાજા-મહારાજા અમોને તરત જ પોતાના માથે બેસાડી લેશે.
આ પ્રમાણે સંઘ તેમજ આમરાજને કાંઈ પણ કહ્યા - સાંભળ્યા વિના જ આચાર્યે પોતાના મુનિવૃંદ સાથે કાન્યકુબ્જ(કન્નૌજ)થી વિહાર કરી દીધો. અવિરત વિહારક્રમથી અનેક સ્થળો પર વિચરણ કરતાકરતા તેઓ ગૌડ પ્રદેશની રાજધાની લક્ષણાવતી નગરીની બહાર ઉદ્યાન(વાટિકા-બગીચો)માં રોકાયા.
ગૌડરાજ મહારાજા ધર્મની રાજસભાના વિદ્વત્ શિરોમણિ, મુખ્યકવિ વાતિરાજને જ્યારે જાણ થઈ કે મહાકવિ બપ્પભટ્ટી નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે, તો તે ખૂબ જ પ્રસન્ન થયા. વાતિરાજે તત્કાળ મહારાજા ધર્મને આચાર્ય બપ્પભટ્ટીના આગમનની જાણ કરી. આ સાંભળતાં જ નૃપતિ (રાજા) ધર્મ પુલક્તિ થઈ ઊઠ્યા અને બોલ્યા : “કવિકુળ કુમુદચંદ્ર જૈનાચાર્ય બપ્પભટ્ટી જે દિવસે અમારે ત્યાં પધારી જશે, તે દિવસ ખરેખરમાં અમારા માટે પરમ સૌભાગ્યશાળી હશે. ફક્ત એક જ વાતનો વિચાર કરવો જરૂરી છે કે - આમરાજની સાથે અમારા સંબંધ શત્રુતાવાળા છે.' બપ્પભટ્ટી અમારે ત્યાં રહી જાય અને આમરાજ દ્વારા પાછા બોલાવવાથી પાછા તેમની પાસે જતા રહે, તો વસ્તુતઃ તે પરિસ્થિતિમાં લોકદૃષ્ટિથી અમારું ખૂબ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૭૭૭૭ ૧૫૯