Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જિનસેનના સ્વર્ગારોહણ બાદ આચાર્ય ગુણભદ્ર બધા મળીને ૧૬૨૦ શ્લોકોમાં “આદિપુરાણ'ના ૪૩માથી છેલ્લા ૪૭મા પર્વ સુધી, આ પાંચ પર્વોની રચના કરી “મહાપુરાણ'ના પૂર્વાર્ધ આદિપુરાણ'ને પૂરું કર્યું. ત્યાર બાદ ગુણભદ્ર ‘ઉત્તરપુરાણ'ની રચનાનો પ્રારંભ કર્યો. ૮૦૦૦ શ્લોક - પ્રમાણ “ઉત્તરપુરાણ'ની રચના ગુણભદ્ર પૂરી કરી દીધી. પરંતુ એવું લાગે છે કે, એની પ્રશસ્તિના ૨૭ શ્લોક જ તેઓ લખી શક્યા અને એમનો સ્વર્ગવાસ થઈ ગયો. આથી ‘ઉત્તરપુરાણ'ની પ્રશસ્તિના ૨૮મા શ્લોકથી અંતિમ ૩૭મા શ્લોક સુધીની રચના તેમના શિષ્ય લોકસેને કરીને આ પ્રશસ્તિને પૂર્ણ કરી. આ પ્રશસ્તિ અનુસાર બંકાપુરમાં વિ. સં. ૯૫૫ (શક સં. ૮૨૦)માં “ઉત્તરપુરાણ'ની રચના પૂર્ણ થઈ.
આચાર્ય જિનસેન “મહાપુરાણ'ને મહાભારતની સમકક્ષ એક એવા પુરાણનું સ્વરૂપ આપવા માંગતા હતા, જેમાં ચોવીસેય તીર્થકરોના કાળના પ્રમુખ પુરાતન ઇતિહાસનો વિસ્તારપૂર્વક સમાવેશ થઈ જાય. મહાપુરાણનો પૂર્વાર્ધ આદિપુરાણ તો મોટા ભાગે જિનસેનની અભિલાષાને અનુરૂપ બની ગયો, પરંતુ મહાપુરાણનો ઉત્તરાર્ધ તેમની ઈચ્છાને અનુરૂપ ના બની શક્યો, આ વાતનો ગુણભદ્ર જાતે સ્વીકાર કર્યો છે. ગુણભદ્ર જિનસેનના આદિપુરાણ'ને અનુરૂપ “ઉત્તરપુરાણ'ને વિશાળ સ્વરૂપ ન આપી શકવાનાં કારણો પર પ્રકાશ પાડતા કહ્યું છે : “સતત (નિરંતર) ઝડપી ગતિથી હીનતા અથવા હૃાસ(પતન)ની તરફ આગળ વધતા કાળના કુપ્રભાવના પરિણામે અને વિસ્તાર-ભયથી પોતાનું આયુષ્ય, શરીરબળ, બુદ્ધિબળ વગેરેને ધ્યાનમાં રાખતાં ગુણભદ્રસૂરિએ થોડી ઉતાવળમાં સંક્ષિપ્તમાં જ આ પુરાણને નિબદ્ધ કર્યો છે.”
ઉત્તરપુરાણ પ્રશસ્તિમાં આચાર્ય ગુણભદ્ર સ્વીકાર્યું છે કે ઉત્તરપુરાણની રચના કરતી વખતે તેમણે, કવિ પરમેષ્ઠી દ્વારા રચિત “વાગર્થ સંગ્રહ પુરાણ'થી ખૂબ સહાયતા મેળવી.” ગુણભદ્રના સમય સુધી “વાગર્થ સંગ્રહ પુરાણ” ઉપલબ્ધ હતું એવું પણ આ ઉલ્લેખથી સિદ્ધ થાય છે.
આચાર્ય ગુણભદ્ર “આત્માનુશાસન'અને જિનદત્ત ચરિત્ર'ની રચના પણ કરી. ર૬૬ શ્લોકાત્મક “આત્માનુશાસન' મુમુક્ષુઓ માટે ખૂબ જ ઉપયોગી છે. “જિનદત્ત ચરિત્ર' સંસ્કૃત ભાષાનું ચરિત્રાત્મક કાવ્ય છે. ૨૨૮ 0693696969696969696963ન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩)