Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 264
________________ બાળકે સરળ મનથી સચ્ચાઈ પ્રગટ કરતાં તરત જ જવાબ આપ્યો: “દઢ વિશ્વાસ સાથે કહું છું કે, પાટી પર મને એવું લખીને આપવામાં આવ્યું હતું, તે જ હું બોલી રહ્યો છું.” પ્રતિવાદીનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થઈ જવાથી કે વાદ માટે જેવું એને રટણ કરાવવામાં આવ્યું હતું, તે જ તે અક્ષરશઃ બોલી રહ્યો છે, બધા સભ્ય સ્તબ્ધ રહી ગયા. સૂરાચાર્યે રહસ્યમય પ્રશ્ન કર્યો : “માલવેશ ! આપના માલવ પ્રદેશમાં શું આ જ પ્રકારનો શાસ્ત્રાર્થ થાય છે ?” આ પ્રમાણે રાજા ભોજની રાજસભાને શાસ્ત્રાર્થમાં પરાજિત અને નિરત્તર કરીને સૂરાચાર્ય તરત જ પોતાના આવાસની તરફ રવાના થયા. રહસ્યના પ્રગટ થઈ જવાની ગ્લાનિ અને વાદમાં પરાજયના શોકથી પીડિત રાજા ભોજે તરત જ સભાને વિસર્જિત કરી દીધી અને પોતે મંત્રણાકક્ષમાં જતો રહ્યો. આચાર્ય બૂટસરસ્વતીએ પોતાના અતિથિ (મહેમાન) સૂરાચાર્યને કહ્યું : “વિવંદ શિરોમણિ ! આપની વામિતા અને વિદ્વત્તાથી - જિનશાસનની પ્રભાવના થઈ છે, તેનું સન્માન વધ્યું છે, એ વાતની તો મને ખૂબ સુખાનુભૂતિ થઈ રહી છે, પરંતુ હવે આપનું જીવન સંકટમાં છે. આપની નજીક દેખાતા મૃત્યુની આશંકાથી મને ખૂબ દુ:ખ થાય છે. કેમકે રાજા ભોજ ખરેખરમાં પોતાની સભાને જીતી લેનાર વિદ્વાનને પોતાના સ્વભાવ અનુસાર ગમે તે રીતે (યેન-કેન-પ્રકારેણ) મરાવડાવી જ દે છે.” સૂરાચાર્યે બૂટસરસ્વતીને આશ્વાસન આપતાં કહ્યું : “આપ કોઈ પણ વાતની ચિંતા કરશો નહિ. હું આ અચાનક આવી પડેલા જીવન સંકટથી આત્મરક્ષા કરી લઈશ.” તે જ સમયે મહાકવિ ધનપાલ દ્વારા મોકલવામાં આવેલ તેમનો એક ભરોસાપાત્ર પુરુષ મઠમાં આવ્યો અને તેણે સૂરાચાર્યને પોતાના સ્વામીનો સંદેશો સંભળાવતા કહ્યું : “પૂજ્યવર ! આપ પૂર્ણતઃ ગુપ્તરૂપમાં જલદીથી મારા ઘરે આવી જાઓ. આ રાજાનો કોઈ ભરોસો નથી. મારે ત્યાં આવી ગયા પછી આપે કંઈ કરવાનું રહેશે નહિ. જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) દB૬૩ ૬૩૬9696969696969 ૨૫૫

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290