Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 271
________________ ગુજરાતમાં સોલંકીની રાજ્યશક્તિનો ઉદય વિક્રમની દશમી સદીના અંતિમ ભાગમાં લગભગ વિક્રમ સં. ૯૯૮ (ઈ.સ. ૯૪૧-૯૪૨, વી. નિ. સં. ૧૪૬૮)માં એક નવા સોલંકી (ચાલુક્ય) રાજશક્તિનો ઉદય થયો, જેણે લગભગ ૩૦૦ વર્ષો સુધી ગુજરાત પર અને સમયે-સમયે અનેકવાર ગુજરાતના સીમાવર્તી ભૂ-ભાગ પર શાસન કર્યું. આ રાજવંશનાં ૩૦૦ વર્ષોના શાસનકાળમાં ગુજરાત પ્રદેશની આર્થિક, રાજનૈતિક, સામાજિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક બધી જ દૃષ્ટિઓથી સર્વતોન્મુખી ઉલ્લેખનીય પ્રગતિ થઈ. સોલંકી રાજવંશનો આદિ પુરુષ અને સોલંકી રાજ્યશક્તિનો સંસ્થાપક મૂળરાજ સોલંકી હતો. ઈસાની દશમી સદીનાં ચાર ચરણોમાંથી પ્રથમ ચરણમાં જે સમયે ચાપોત્કટ-રાજવંશના સંસ્થાપક વનરાજ ચાવડાના નૃપવંશનો અંતિમ રાજા સામંતસિંહ અણહિલપુર-પાટણના રાજસિંહાસન પર આસીન હતો, તે સમયે રાજી, બીજ અને દંડક નામના ત્રણ ક્ષત્રિય કિશોર પોતાના ઘરેથી સોમનાથની યાત્રા માટે રવાના થયા. સોમનાથની યાત્રા પછી પોતાના ઘરે પાછા ફરતી વખતે તેઓ અણહિલપુર-પાટણમાં રોકાયા. જ્યારે તેમણે સાંભળ્યું કે - ‘તહેવારના ઉપલક્ષ્યમાં રાજકીય ઠાઠ-બાટની સાથે ઘોડેબાજીની કલાનું પ્રદર્શન થઈ રહ્યું છે,' તો તે ત્રણે ભાઈઓ ગુજરાતની અશ્વારોહણ કળા જોવા માટે મેળામાં પહોંચી ગયા. ત્યાં મહારાજ સામંતસિંહના કહેવાથી રાજીએ ઘોડેસવારીની કળાનું પ્રદર્શન કરી બતાવ્યું. અપૂર્વ અદ્ભુત અશ્વારોહણ, અશ્વ દ્વારા પોતાના સવારના મનને લોભાવી દેનારી કમનીય કળાઓને જોઈને રાજા, રાજપરિવાર અને પ્રજા તમામ દર્શકવર્ગ ઝૂમી ઊઠ્યો અને રાજીને અભિનંદન આપવા લાગ્યા. સમારોહની સમાપ્તિ પર સામંતસિંહ ત્રણે ક્ષત્રિયકુમારોને પોતાની સાથે રાજમહેલમાં લઈ ગયો અને પોતાની પાસે જ રાખવા લાગ્યો. રાજીના ક્ષત્રિયોચિત ગુણોથી રાજા, રાજ પરિવાર અને રાજમંત્રીઓ વગેરેને વિશ્વાસ થઈ ગયો કે, આ ઉચ્ચકુલીન ભુયડરાજવંશીય મુંજાલદેવના રાજકુમાર છે. આ વિશ્વાસથી સામંતસિંહની બહેન રાજકુમારી લીલાદેવીની સાથે તેનું લગ્ન કરી દેવામાં આવ્યું. રાજ જમાઈ રાજી સુખપૂર્વક અણહિલપુર-પાટણના રાજમહેલોમાં રહેવા લાગ્યો. સમય જતાં લીલાદેવી ગર્ભવતી થઈ. પ્રસૂતિકાળ આવવાથી પ્રસૂતિ પહેલાં ૨૦૨૭૭ ૬૭૩૭૬૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290