Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 270
________________ અજ્જણંદિએ તમિલનાડુના તે પ્રદેશોમાં ફરી-ફરીને જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાની શરૂઆત કરી. જૈન-ધર્માવલંબીઓમાં જે ઘોર નિરાશા વર્ષોથી વ્યાપેલી હતી, તેને અજ્જણંદિએ પોતાના ઉપદેશોથી દૂર કરી નવી આશાનો સંચાર કર્યો. તેમણે તમિલનાડુના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી સમુદ્રીય તટ સહિત બધાં ક્ષેત્રોમાં ફરી ફરીને જૈન ધર્મનો પ્રચાર કર્યો. અજ્જણદિએ અનેક પર્વતોની શિલાઓ ઉપર તીર્થંકરો અને તેમના યક્ષોની મૂર્તિઓ કોતરાવી. ધર્મપ્રચારના આ કાર્યમાં તેમણે અનેક પ્રકારનાં કષ્ટ અને વિઘ્ન-બાધાઓને સમભાવથી સહન કર્યા. એકદમ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આચાર્ય અજ્જણંદિએ તમિલનાડુના નિરાશ જૈનોમાં આશાનો સંચાર કરી જે સાહસ સાથે ત્યાં જૈન ધર્મનો પુનરુદ્ધાર કર્યો, તેમની આ અમૂલ્ય જિનશાસન સેવા માટે ઇતિહાસમાં તેમનું નામ સદા-સર્વદા ગાઢ શ્રદ્ધાની સાથે યાદ કરવામાં આવશે. આચાર્ય વિધાનંદી વી. નિ.ની ચૌદમી સદીમાં ગંગવંશીય મહારાજા શિવભાર (ઈ.સ. ૮૦૪ થી ૮૧૫) અને તેમના ભત્રીજા રાછમલ્લ-સત્યવાક્ય(ઈ.સ. ૮૬૯-૮૯૩)ના શાર્સનકાળમાં કોઈ સમયે આચાર્ય વિદ્યાનંદી નામના એક મહાન ગ્રંથકાર થયા. તેમણે નિમ્નલિખિત ગ્રંથોની રચના કરી જૈન સાહિત્યની સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરી ઃ ૧. ‘તત્ત્વાર્થશ્લોકવાર્તિક’(તત્ત્વાર્થ સૂત્ર પર વિશાળ ટીકા) ૨. અષ્ટસહસ્રી ૩. યુક્તયનુશાસનાલંકાર ૪. આપ્તપરીક્ષા ૫. પ્રમાણ પરીક્ષા ૬. પત્ર પરીક્ષા ૭. સત્યશાસન પરીક્ષા ૮. શ્રીપુર પાર્શ્વનાથ સ્તોત્ર ૯. વિદ્યાનંદ મહોદય (અનુપલબ્ધ) તેઓ મહાન દાર્શનિક, જૈનદર્શનની સાથે-સાથે અન્ય દર્શનોના પણ પારંગત વિદ્વાન, મહાન કવિ, વ્યાખ્યાતા અને ભક્તિરસથી ઓતપ્રોત તથા તરંગિત માનસના ધણી મહાન સ્તુતિકાર પણ હતા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૭૭૭ ૩૩ ૨૦૧

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290