Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 269
________________ જિનદેવના હરખનો પાર ન રહ્યો. આ ઘટનાથી સમસ્ત ગુજરાત પ્રાંત અને દિદિગંતમાં ધર્મની ખૂબ પ્રભાવના થઈ. આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી જિનશાસનની ચમુખી અભિવૃદ્ધિ કર્યા પછી પોતાના આયુષ્યનું અવસાન નજીક જોઈને શાંતિસૂરિએ, વીરસૂરિ, શીલભદ્રસૂરિ અને સર્વદેવસૂરિ આ ત્રણ વિદ્વાન મુનિઓને પોતાના ઉત્તરાધિકારીના રૂપે આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યાર બાદ તેમણે સાઢ નામના શ્રાવક સાથે ઉજ્જયંત પર્વતની તરફ પ્રયાણ કર્યું. ઉજ્જયંત ગિરિ પર પહોંચીને તેમણે સંલેખનાપૂર્વક અનશન કર્યું. ૨૫ દિવસના અનશન પછી તેમણે વિક્રમ સં. ૧૦૯૬માં કાર્તિક શુકલા નવમી (કારતક સુદ નોમ)ના દિવસે સ્વર્ગારોહણ કર્યું. ‘તપાગચ્છ પટ્ટાવલી’માં ‘પ્રભાવક ચરિત્ર’ના ઉપર વર્ણિત ઉલ્લેખથી થોડા ભિન્ન પ્રકારનો ઉલ્લેખ થયેલો છે. તપાગચ્છ પટ્ટાવલીમાં બતાવવામાં આવ્યું છે કે - ‘વિ. સં. ૧૦૯૭માં થયેલ ધૂલકોટના . પતન સંબંધમાં શાંતિસૂરિએ થોડા દિવસો પહેલાં જ ભવિષ્યવાણી કરીને ૭૦૦ શ્રીમાળી પરિવારોને મોતના મુખેથી બચાવી લીધા. ત્યાર બાદ વિક્રમ સં. ૧૧૧૧માં કાનોડમાં તેમનું સ્વર્ગગમન થયું.’ આચાર્ય અજ્જણંદિ (આર્યનંદી) વિક્રમની આઠમી-નવમી સદીમાં અજ્જણદિ નામના એક મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય થઈ ગયા છે. જેમણે તમિલભાષી પ્રદેશમાં લુપ્તપ્રાય થયેલ જિનશાસનને પુનર્જીવિત કર્યું. ઈસાની સાતમી સદીમાં તિરુજ્ઞાનસંબંધર, તિરુઅપ્પર વગેરે શૈવસંતો દ્વારા દક્ષિણમાં જૈનધર્માવલંબીઓ પર જે રૂંવાડાં ઊભાં કરી દે તેવા અત્યાચાર કરાવવામાં આવ્યા, તેના પરિણામે જૈન ધર્મ અનેક તમિલભાષી ક્ષેત્રોમાં લુપ્તપ્રાપ થઈ ગયો હતો. જ્ઞાનસંબંધર વગેરે અનેક શૈવસંતો દ્વારા ચારેય બાજુ જૈનો અને બૌદ્ધોના વિરુદ્ધમાં જોરદાર પ્રચાર કરવામાં આવ્યો. સામૂહિક પ્રયાસો દ્વારા જૈનશ્રમણો અને જૈનધર્માવલંબીઓ પ્રત્યે ઘર-ઘર અને નગર-નગરમાં ઘૃણાનો પ્રચાર કરવામાં આવ્યો. પરિણામે લગભગ અડધી સદી સુધી કેટલાક કટ્ટરપંથી ક્ષેત્રોમાં જૈન શ્રમણોનું વિચરણ ન થઈ શક્યું. આ પ્રકારની સંકટની ઘડીઓમાં આચાર્ય અજ્જણંદિએ ખૂબ સાહસની સાથે તે ક્ષેત્રોમાં જૈન ધર્મની પ્રતિષ્ઠાને પુનર્સ્થાપિત કરવાનું બીડું ઉઠાવ્યું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૨૬૦ ૦૦

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290