Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 262
________________ રાજા ભોજે એક દિવસ બૂટસરસ્વતીની સાથે સૂરાચાર્યને રાજસભામાં આમંત્રિત કર્યા. તે બંને રાજા ભોજની સભામાં ઉપસ્થિત થયા. રાજાએ રાજસભાના પાર્શ્વનાથ પ્રાંગણમાં એક શિલા (પથ્થરની છાંટ) મુકાવી દીધી. સૂરાચાર્યને પોતાનું અદ્ભુત પૌરુષ બતાવવાની ઈચ્છાથી તે શિલામાં એક કાણું કરાવી, તે કાણાને શિલાના જેવા જ પદાર્થથી બંધ કરાવી દીધું. રાજાએ સૂરાચાર્યને જેવા જ રાજસભામાં આવતા જોયા, તેવું જ ધનુષ પર બાણ ચઢાવીને પણછને કાન સુધી ખેંચતા, તે શિલા પર તીર છોડ્યું. કાણાને વીંધીને બાણ દૂર નીકળી ગયું, અને બધાને સાફ-સાફ દેખાવા લાગ્યું કે રાજાએ બાણથી શિલાને વીંધી દીધી છે. સૂરાચાર્યની તીક્ષ્ણ દૃષ્ટિથી (બાજ નજરથી)એ છળ (કપટ) છૂપું ન રહી શક્યું અને તેમણે તરત જ ગૂઢાર્થ ભરેલા એક શ્લોકનું ઉચ્ચારણ કર્યું, જેનો ભાવાર્થ - હે શ્રીમાન ! આપે આ શિલાનો વેધ કરી દીધો છે, પરંતુ હવે આગળ જતાં આ પ્રમાણેની શરસંધાન-ક્રીડા (બાણથી લક્ષ્યવેધ કરવાની રમત)થી દૂર જ રહીને, પથ્થરને ફોડવાવાળા વ્યસનમાં કૃપા કરી અભિરુચિ છોડી દેજો. જો વેધમાં (વીંધવામાં) જ આપને કુતૂહલનો અનુભવ થતો હોત તો, પરમાર કુળના અર્બુદગિરિને તમારા બાણનું લક્ષ્ય બનાવજો, જેનાથી હે નૃપશિરોમણિ ! ધારાનગરી સહિત સંપૂર્ણ ધરતી પાતાળમાં જતી રહે.” સૂરાચાર્યના આ પ્રમાણેના અદ્ભુત વર્ણન સામર્થ્યથી ભોજ રાજા સંતુષ્ટ થયા. ત્યાં જ સભામાં ઉપસ્થિત ભોજની રાજસભાના રત્ન મહાનકવિ ધનપાલને પણ એ જાણ થઈ ગઈ કે ખરેખરમાં સૂરાચાર્ય અપ્રતિહત પ્રજ્ઞાના (જ્ઞાનના) ધણી છે. રાજા ભોજના ચહેરા પર ઉપસેલી રેખાઓથી લાગતું હતું કે તેઓ વિચારી રહ્યા છે કે ગૂઢોકિતમાં નિષ્ણાત આ જૈનાચાર્યને કઈ રીતે હરાવી શકાય. - રાજાએ સૂરાચાર્યને ખૂબ સન્માન સાથે વિદાય કર્યા. વિદાય કર્યા પછી પોતાના મંત્રણાકક્ષમાં બધા વિદ્વાનોને ભેગા કરીને કહ્યું: આ ગુર્જરદેશવાસી જૈન આચાર્ય અહીં આવ્યો છે. શું તેની સાથે શાસ્ત્રાર્થ કરવામાં તમારામાંથી કોઈ વિદ્વાન સક્ષમ છે?” ત્યાં ઉપસ્થિત પાંચસો પંડિતોમાંથી દરેકની ગરદન ઝૂકી ગઈ. રાજાને ખૂબ દુઃખ થયું. એક વિદ્વાને રાજાને કહ્યું: “આના માટે સોળ જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 96969696969696969696969 ૨૫૩]

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290