Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 265
________________ હું પોતે જ સંપૂર્ણ યોગ્ય વ્યવસ્થા કરી દઈશ અને આપને સકુશળ અને સુખપૂર્ણક ગુર્જરભૂમિમાં પહોંચાડી દઈશ.” પોતાના સ્વામીનો આ સંદેશ સંભળાવીને ધનપાલનો તે વિશ્વાસપાત્ર માણસ તરત જ પોતાના સ્વામી પાસે પાછો ફરી ગયો. વહેલી સવારે સૂર્યોદયથી પહેલાં જ માલવસેનાના ઘોડેસવારોએ સૂરાચાર્યનું નિવાસસ્થાન બનેલા તે સમગ્ર મઠને ચારે બાજુથી ઘેરી લીધો. તેનો નાયક બૂટસરસ્વતીની પાસે આવીને કહેવા લાગ્યો : “આપ લોકોને માલવેશ્વર મહારાજ ભોજ ખુશ થઈને જયપત્ર પ્રદાન કરવાના છે, માટે પ્રતિવાદીને પરાજિત કરી દેનારા અમારા અતિથિ સૂરાચાર્યને રાજસભામાં મોકલો.” બૂટસરસ્વતીએ પોતાની ચિંતાને અંતરમનમાં છુપાવતા કહ્યું : “જરૂર ! એમ જ કરીશ.' બપોરના સૂરાચાર્યે એક વયોવૃદ્ધ સાધુની મેલી, ફાટેલી ચાદર ઓઢીને વેશ પરિવર્તન કર્યો અને ઘોડેસવારોને ચકમો (થાપ) આપીને મઠની બહાર નીકળી ગયા અને સીધા ધનપાલ કવીશ્વરના ઘરે પહોંચ્યા. તેમને જોતાં જ કવિ ધનપાલની ખુશીનો પાર ન રહ્યો. કવિ ધનપાલે ગુર્જરભૂમિ તરફ રવાના થનાર, સમુદ્દત તાંબૂલપત્રના કેટલાક મોટા વેપારીઓને પોતાને ત્યાં આમંત્રિત કર્યા. તેમને ભોજન-પાન વગેરેથી સન્માનિત કરી કવિ ધનપાલે તેમને કહ્યું : “આપ લોકો હમણાં તાંબૂલપત્રથી ભરેલાં આપનાં ગાડાંઓના સમૂહની સાથે ગુર્જરભૂમિની તરફ પ્રયાણ કરી રહ્યા છે. મારા એક ભાઈને પણ મહેરબાની કરીને આપની સાથે લેતા જાઓ અને તેમને સકુશળ અણહિલપુર-પાટણ પહોંચાડી દેજો.” તાંબૂલપત્રના વેપારીઓએ કવિ ધનપાલનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો. મહાકવિ ધનપાલે તે વેપારીઓને ૧૦૦ સોનામહોરો ભેટમાં આપી. વેપારીઓએ પાનની પેટીઓની વચ્ચે એક ગાડામાં સૂરાચાર્યને બેસાડી દીધા. વેપારીઓનાં ગાડાંઓનો સમૂહ ગુર્જરભૂમિ તરફ તે જ સમયે રવાના થઈ ગયો. ગાડાંઓને ખેંચવાવાળા પુષ્ટ (શક્તિશાળી) આખલા દ્રુતગતિથી ગુર્જરભૂમિ તરફ વધવા લાગ્યા. સૂરાચાર્ય સકુશળ અણહિલપુર-પાટણ પહોંચી ગયા. આચાર્ય દ્રોણ અને રાજા ભીમ બંને ખૂબ જ ખુશ થયા. ગુર્જરાધીશ ભીમ, સૂરાચાર્ય જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૨૫૬ ૩૦

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290