Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 266
________________ પાસેથી માલવામાં થયેલ ઘટનાનું વર્ણન સાંભળીને હર્ષાતિરેકથી બોલી ઊડ્યા : “મારા ભાઈએ ભોજને જીતી લીધો છે; હવે મારે તેને જીતવાની કોઈ જરૂરત રહેતી નથી.” સૂરાચાર્યે ભગવાન ઋષભદેવ અને નેમિનાથ પર દિસંધાન કાવ્ય અને નેમિચરિત મહાકાવ્યની રચના કરી. તેમણે પોતાના ગુરુની સામે તે બધા દોષોની આલોચના કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર્યું, જે દોષ તેમને માલવ રાજ્યની યાત્રાના સમયે લાગ્યા હતા. દ્રોણાચાર્યે અંતમાં સમસ્ત પાપોની આલોચના કરીને સંલેખનાપૂર્વક સ્વર્ગગમન કર્યું. આચાર્ય દ્રોણસૂરિ પછી અનેક વર્ષો સુધી સૂરાચાર્ય જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા રહ્યા ને પોતાના જીવનના અંતિમ સમયમાં તેમણે તમામ પ્રકારના આહાર-પાણી વગેરેનો ત્યાગ કરી આજીવન અનશન (સંથારો) અંગીકાર કર્યા. તે સંથારો ૩૫ દિવસ સુધી ચાલ્યો ને અંતમાં આત્મચિંતન કરતા-કરતા તેઓ સ્વર્ગસ્થ થયા. | વિક્રમની અગિયારમી સદીના જૈનજગતના ગણ્યમાન્ય (અગ્રગણ્ય) ઉચ્ચ કોટિના વિદ્વાનો, કવિઓ અને પ્રભાવક શ્રમણવરોમાં સૂરાચાર્યનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. (વાદી વેતાલ શાંતિસર ) વિક્રમની અગિયારમી સદીમાં થારપ્રદ-ગચ્છમાં શાંતિસૂરિ નામના એક પ્રભાવક આચાર્ય થઈ ગયા. જાલોર જિલ્લામાં આવેલ રાયસણ ગામના એક જિનમંદિરમાં ઉપલબ્ધ વિ. સં. ૧૦૮૪ના શિલાલેખથી અનુમાન કરવામાં આવેલ છે કે તેમનું બીજું નામ કદાચ શાંતિભદ્રસૂરિ હતું. તેમની “જીવ-વિચાર પ્રકરણ” અને “ઉત્તરાધ્યયન ટીકા' - આ બે રચનાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ બંને રચનાઓના અભ્યાસથી એ સ્પષ્ટરૂપે પ્રગટ થાય છે કે શ્રી શાંતિસૂરિ પ્રાકૃત તથા સંસ્કૃત બંને ભાષાઓના પ્રકાંડ પંડિત હતા અને તેમનું સૈદ્ધાંતિક જ્ઞાન ઊંડું અને તલસ્પર્શી હતું. . પ્રભાવક ચરિત્ર અનુસાર ઉન્નતાયુ નામના ગામના શ્રીમાલવંશીય શ્રેષ્ઠી ધનદેવની ધર્મપત્ની ધનશ્રીની કૂખેથી શાંતિસૂરિનો જન્મ થયો. ઉન્નતાયુ ગામ ગુજરાત પ્રાંતની તે સમયની રાજધાની અણહિલપુરજિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 293969696969696969). ૨૫૦

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290