Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કવિત્વશક્તિના ધણી મહાન કવિ છે. હું તેમની સામે મારો પરાજય સ્વીકાર કરું છું.”
હારી જવા જતાં પણ ધનપાલના ઈશારે રાજાભોજે વિદ્વાન ધર્મકૌલને એક લાખ સુવર્ણ મુદ્રાઓ પ્રીતિદાનના સ્વરૂપે આપવાનો પોતાના કોષાધ્યક્ષને હુકમ કર્યો, પરંતુ તેણે વિનયપૂર્વક આ રાશિ લેવાનો અસ્વીકાર કરી દીધો. તે તત્કાળ ધારાનગરીથી વિદાય થઈને સત્યપુર તરફ જવા માટે રવાના થયો. સત્યપુર પહોંચીને ધર્મકૌલે શાંતિસૂરિની સાથે પણ શાસ્ત્રાર્થ કર્યો. શાંતિસૂરિની વિદ્વત્તાથી તે ખૂબ જ પ્રભાવિત થયો અને અંતમાં શાંતિસૂરિ સમક્ષ પોતાની હાર સ્વીકારીને તેમની વિદ્વત્તાની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરી.
ધનપાલના નાના ભાઈ શોભાનાચાર્યે પણ જિનેન્દ્ર પ્રભુની ભાવપૂર્ણ સ્તુતિઓની રચના કરી. શોભનાચાર્ય જિનેશ્વરોની સ્તુતિઓની રચના કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે તેઓ સૂતા-જાગતા, ચાલતાફરતા, હર-પળ, હર-ઘડી ભકિતરસમાં જ મગ્ન રહેતા. શોભનાચાર્યના ગુરુ, પોતાના શિષ્યની અદ્ભુત કવિત્વશક્તિથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે શોભનાચાર્યની કવિત્વશકિતની મુકતકંઠે પ્રશંસા કરી. થોડા સમય પછી શોભનાચાર્ય તીવ્ર જ્વર(ભારે તાવ)ની ઉપાધિથી પીડિત થઈને પોતાની દેહલીલા સંકેલીને સ્વર્ગે સિધાવ્યા. મહાકવિ ધનપાલે શોભનાચાર્ય દ્વારા રચિત “શોભન સ્તુતિ' નામના ગ્રંથ પર ટીકાની રચના કરી.
પોતાના આયુષ્યનો અવસાનકાળ (અંતિમ સમય) નજીક જાણીને કવિ ધનપાલ, મહારાજા ભોજની રજા મેળવીને ધર્મ-સાધનાના હેતુથી અણહિલપુર-પાટણ ગયા. ત્યાં રાત-દિવસ આચાર્ય મહેન્દ્રસૂરિની સેવામાં રહીને તેમણે ધર્મસાધના શરૂ કરી. ગૃહસ્થવેશમાં રહેવા છતાં પણ તેમણે પોતાના ગુરુની સામે તમામ દુષ્કૃત્યોની યોગ્યરૂપે આલોચના કરી. તપશ્ચર્યાની સાથે અધ્યાત્મ-સાધનામાં ઓતપ્રોત રહીને ધનપાલે જીવનપર્યત ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને અનશનપૂર્વક સંલેખના સંથારો કર્યો. શાસ્ત્રોના પારગામી સ્થવિર મુનિઓએ તેના પંડિતમરણની અંતિમ સાધનાના સમયે નિર્યાપના કરી. અંતે ધનપાલ [ ૨૪૪ 29626969696969696969, જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)