Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સ્વામીની તરફથી કવિ ધનપાલની સેવામાં વિનંતી કરી કે - “તેઓ જલદીથી ધારાનગરી જવા માટે પ્રસ્થાન કરે. પરંતુ ધનપાલે ધારાનગરીમાં રહેવાની પોતાની પૂરી અનિચ્છા દર્શાવી.
પોતાના દૂતના મુખેથી ધનપાલના કુશળ-મંગળના સમાચાર સાંભળીને રાજા ભોજને આનંદ થયો, પણ તેની ધારાનગરી પાછા ફરવાની અનિચ્છાની વાત સાંભળીને તેને ખૂબ દુ:ખ થયું. પોતાના ચરોના માધ્યમથી તેણે ધનપાલને ધારાનગરી પાછા ફરવાનો આગ્રહ કરતાં કહેવડાવ્યું : “સખે (મિત્ર) ! તમે સદેવ રાજા ભુજના પરમ પ્રીતિપાત્ર રહ્યા છો. તેમણે તેમને પોતાનો પુત્ર માનીને હંમેશાં પુત્રની જેમ જ તમારુ લાલન-પાલન, શિક્ષણ-દીક્ષણ કર્યું છે. મેં પણ તમને હંમેશાં પોતાના મોટા ભાઈ તુલ્ય જ માન્યા છે. તમારે એ કદી ન ભૂલવું જોઈએ કે ધારાનગરી તમારી સ્વર્ગથી પણ વધુ મહિમામયી માતૃભૂમિ છે. આજે સુદૂરસ્થ (દૂરથી) પ્રાંતથી આવેલ એક અભિમાની પંડિત સરસ્વતીની લીલાળી ધારાનગરીની આબરૂને ધૂળમાં મેળવવા માટે કટિબદ્ધ થઈ રહ્યો છે. માટે પોતાની જન્મભૂમિની ગૌરવ-મર્યાદાની રક્ષા માટે જલદીથી ધારાનગરીમાં પાછા ફરો. તમને તમારી માતૃભૂમિ પોકારી રહી છે.” * - દૂતના મુખથી રાજા ભોજનો આ સંદેશ સાંભળીને ધનપાલના માનસમાં માતૃભૂમિ પ્રત્યે અનુરાગનો સાગર હિલોળે ચડ્યો. તેણે તરત જ ધારાનગરી તરફ પ્રયાણ કરી દીધું અને ઝડપી ગતિથી ત્યાં પહોંચ્યો. રાજા ભોજ તેના સ્વાગતમાં તેની સામે ગયા ને તેને પોતાની છાતીસરસો ચાંપી દીધો અને પશ્ચાતાપભર્યા સ્વરમાં કહેવા લાગ્યા : “બંધો ! મને મારા અવિનયપૂર્ણ અપરાધ બદલ માફ કરી દો.” હર્ષાશ્રુઓએ બંને અનન્ય બાળમિત્રોના મનના મેલને તત્કાળ હંમેશાં હંમેશાં માટે ધોઈ નાખ્યો.
એક દિવસ રાજા ભોજની રાજસભામાં વિદ્વાન ધર્મકૌલ અને મહાકવિ ધનપાલની વચ્ચે શાસ્ત્રાર્થ થયો. વિતંડાવાદમાં નિષ્ણાત ધર્મકીલે
જ્યારે ભલી-ભ્રાંતિ સમજી લીધું કે, ધનપાલ ખરેખર ઉચ્ચ કોટિના વિદ્વાન અને સિદ્ધ સારસ્વત કવિ છે, તો તેણે પોતાની હાર સ્વીકારી લીધી. તેણે ભરી સભામાં કહ્યું : “ધનપાલ મહાન વિદ્વાન ને અપ્રતિમ જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9696969696969696969૬) ૨૪૩ |