Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એક ગાથાનું ગંભીર સ્વરમાં ઉચ્ચારણ કર્યું. જેનો અર્થ હતો - “આંધળા ધૃતરાષ્ટ્રના સો પુત્રો માટે કાળ સમાન ભીમનું નિર્માણ વિધિએ આ ધરતી પર કરી દીધું છે. જેણે ધૃતરાષ્ટ્રના સો પુત્રોનો પણ અપમાન, અનાદર કરીને તેમનો પ્રાણાંત કરી દીધો. તે ભીમની સામે તારા એકલાની શું વિસાત છે.”
રાજા ભોજના ગર્વને પળભરમાં ધૂળ ચાટતું કરી દેવાવાળા આ અતિ સુંદર જવાબને સાંભળતાં જ બધા સભ્ય હર્ષવિભોર થઈ ગયા. મહારાજા ભીમે તરત જ પોતાના રાજપુરુષોને મોકલીને માલવરાજ ભોજના પ્રધાન-પુરુષોને પોતાની રાજસભામાં બોલાવ્યા અને સૂરાચાર્ય દ્વારા રચિત ગાથા તેમના હાથમાં મૂકીને કહ્યું : “સરસ્વતીના ઉપાસક માલવરાજને મારા તરફથી આ સમર્પિત કરી દેજો.” આમ કહીને રાજા ભીમે તેમને સન્માન સાથે વિદાય કર્યા.
રાજા ભોજના ખાસ રાજપુરુષોએ ધારા પહોંચીને ભીમનો તે પત્ર પોતાના સ્વામીની સેવામાં સમર્પિત કરી દીધો. તે ગાથાને વાંચતાં જ રાજા ભોજ અવાક અને સ્તબ્ધ થઈ ગયો. •
ત્યાં રાજા ભીમે કૃતજ્ઞતાભર્યા શબ્દોમાં સૂરાચાર્યને ખૂબ સન્માન સાથે વિદાય કરતાં કહ્યું : “આપ જેવા પ્રત્યુત્પન્નમતિ ઉચ્ચ કવિન અહીં રહેતા, વિદ્વાનોના વિશાળ સમૂહથી ઘેરાયેલો ભોજ મારું શું કરી શકે છે?”
એક દિવસ ગુરુ દ્રોણે સૂરાચાર્યને કહ્યું : “અનેક વિદ્યાઓમાં પ્રકાંડ પાંડિત્ય મેળવીને પણ શું તું રાજા ભોજની સભાને જીતીને અહીં આવ્યો છું?”
સૂરાચાર્યે કહ્યું : “ભગવન્! આપની આ આજ્ઞા શિરોધાર્ય છે. આપના આ આદેશને જ્યાં સુધી હું પુરો નહિ કરી લઉં, ત્યાં સુધી હું કોઈ પણ જાતના વિગય (દૂધ, દહીં, ઘી, તેલ વગેરે) ગ્રહણ નહિ કરું.”
બીજા દિવસથી તેમણે કોઈ પણ વિગય અર્થાત્ ઘી વગેરે કંઈ પણ ગ્રહણ ન કર્યું. દ્રોણાચાર્ય, અન્ય વયોવૃદ્ધ ગીતાર્થ સાધુઓએ અને આખરે ચતુર્વિધ સંઘે તેમને થોડું ઘણું વિગય ગ્રહણ કરતા રહેવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરી, પરંતુ સૂરાચાર્ય પોતાની પ્રતિજ્ઞા પર અડગ રહ્યા. ૨૪૮ 926236969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)